Gujarati News

Gujarati News

News of Tuesday, 17th May 2022

જોડિયામાં ભરઉનાળે મસાણિયા ચેકડેમ પાણીથી છલોછલ!

જોડિયા,તા.૧૭:પ્રથમ વખત ઉનાળાના દિવસોમાં જોડિયાના મસાણિયા ચેકડેમમાં છલોછલ પાણી જોવા મળેલ. જયારે ઉનાળાના સમય દરમિયાન ઉંડ નદી અને નદી વિસ્‍તારમાં આવેલ મસાણિયા ચેકડેમમાં પાણી હોતું નથી. માત્ર રેતી જોવા મળતી હોય છે. પંરતુ ચાલું વરસે ઉનાળાના દિવસોમાં નદી અને ચેકડેમમાં ભરપુર પાણી સંગ્રહ થતાં ખેડૂતોમાં આંનદનો માહોલ જોવા મળે છે. પંદર દિવસ પહેલા તાલુકાના બાદનપર (જો) અને કુંનડના ખેડૂતો એ ઉનાળામાં પાક પિયત માટે સિંચાઇ વિભાગમાં પૈસા ભરીને ઉંડ ‘૨' ડેમ થી ઉંડ નદીમાં પાણી છોડાવયુ હતું. જે જોડિયાના મસાણિયા ચેકડેમમાં અડધું પોહચયુ હતું. તાજેતરમાં માં ઉંડ ‘૧'  ડેમ માંથી છોડવામાં આવેલ પાણી જે ઉંડ ‘૨'  ડેમ થકી જોડિયાના મસાણિયા ચેકડેમ અત્‍યારે પાણીથી છલોછલ ભરાય ગયો છે. (તસ્‍વીર-અહેવાલ : રમેશ ટાંક-જોડિયા)

(10:03 am IST)