Gujarati News

Gujarati News

News of Tuesday, 17th May 2022

ધ્રોલની એમ.ડી.મહેતા ગર્લ્‍સ સાયન્‍સ સ્‍કૂલનો બોર્ડના પ્રથમ વર્ષે જ ઉત્‍કૃષ્‍ટ દેખાવ

(હસમુખરાય કંસારા દ્વારા) ધ્રોલ,તા. ૧૭: હાલમાં ધોરણ - ૧૨ વિજ્ઞાનપ્રવાહનું પરિણામ જાહેર થયેલ. જેમાં ગુજરાતમાં ધ્રોલ કેન્‍દ્રનું બીજા નંબરનું સૌથી ઊંચું પરિણામ ૯૩.૩૩% જેટલું આવેલ. ધ્રોલમાં આ વર્ષે છેલ્લા ૫૦ વર્ષથી શિક્ષણક્ષેત્રે કાર્યરત સંસ્‍થા શ્રી એમ.ડી.મહેતા એજયુકેશન ટ્રસ્‍ટ સંચાલિત શ્રી એમ.ડી.મહેતા ગર્લ્‍સ સાયન્‍સ સ્‍કૂલ, ધ્રોલનું પ્રથમ જ વર્ષે બોર્ડ અને ગુજકેટની પરિક્ષમા ખુબજ ઉત્‍કૃષ્ટ પરિણામ આવેલ. શાળાનું પરિણામ ૯૦% આવ્‍યું છે.

જેમાં ડોસાણી સાહીન બોર્ડમાં ૯૯.૪૬ ૫ીઆર અને ગુજકેટમાં ૯૯.૬૧ ૫ીઆર સાથે પ્રથમ ક્રમે, મઘુડીયા દર્શના બોર્ડમાં ૯૫.૪૨ ૫ીઆર અને ગુજકેટમાં ૯૪.૧૪ ૫ીઆર સાથે દ્વિતીય ક્રમે તેમજ ધારવિયા તૃપ્તિ બોર્ડમાં ૯૧.૮૪ ૫ીઆર અને ગુજકેટમાં ૯૫.૩૯ ૫ીઆર સાથે તૃતીય ક્રમ પ્રાપ્ત કરી શાળા તેમજ ધ્રોલ શહેરનું ગૌરવ વધારેલ છે. સંસ્‍થાના ચેરમેન શ્રી ધર્મેશભાઈ મહેતા, સેક્રેટરીશ્રી સુધાબેન ખંઢેરિયા, એજયુકેશનલ ડાયરેક્‍ટર ડો.સંજયભાઈ પંડ્‍યા તેમજ શાળાનાં શિક્ષકો દ્વારા તમામ વિદ્યાર્થીઓને ભવિષ્‍યમાં પણ ઉચ્‍ચ સિદ્ધિ પ્રાપ્ત કરતાં રહે એવી શુભેચ્‍છાઓ પાઠવવામાં આવેલ છે.

(10:10 am IST)