Gujarati News

Gujarati News

News of Tuesday, 17th May 2022

ધોરાજી મોજીલા મહોત્‍સવ મંડળ દ્વારા શ્રીમદ્‌ ભાગવત સપ્‍તાહ જ્ઞાનયજ્ઞનો પ્રારંભ

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી,તા.૧૭: ધોરાજીના સ્‍ટેશન પ્‍લોટ એલઆઇસી ઓફિસ નજીક મોજીલા મહોત્‍સવ મંડળ દ્વારા શ્રીમદ્‌ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનો તારીખ ૧૭ ને મંગળવાર આજરોજ ભવ્‍ય પ્રારંભ થયો હતો.

સવારે ૮ જુનાગઢ રોડ જલારામ મંદિર ખાતેથી ભવ્‍ય પોથીયાત્રા નીકળી હતી આ પ્રસંગે પુષ્ટિ માર્ગીય પ્રવક્‍તા શાષાી ધર્મેન્‍દ્ર પ્રસાદ પંડ્‍યા જુનાગઢ વાળા ભવ્‍ય સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું અને વિશાલ પોથીયાત્રામાં મોટી સંખ્‍યામાં ભાવિકો જોડાયા હતા

આ સાથે મોજીલા મહોત્‍સવ મંડળના તમામ સભ્‍યો દ્વારા તેમજ યજમાનો દ્વારા શ્રીમદ ભાગવત કથાના પ્રથમ દિવસે મહાપુજા વૈદિક મંત્રોચ્‍ચાર સાથે આવ્‍યો હતો કથાના પ્રથમ દિવસે વ્‍યાસપીઠ ઉપર બિરાજમાન પુષ્ટિમાર્ગીય શાસ્ત્રી ધર્મેન્‍દ્ર પ્રસાદ પંડ્‍યા શ્રીમદ્‌ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ ના પ્રારંભમાં ભાગવત કથાનો મહિમા સમજાવ્‍યો હતો

શ્રીમદ ભાગવત કથામાં દરરોજ દિવ્‍ય ઉત્‍સવો ઉજવવામાં આવશે જેમાં તારીખ ૧૯ ને ગુરૂવારના રોજ ૬નું નૃસિંહ પ્રાગટ્‍ય ઉત્‍સવ ઉજવવામાં આવશે

તારીખ ૨૦ શુક્રવાર સવારે ૧૦ કલાકે વામન પ્રાગટ્‍ય મહોત્‍સવ તેમજ બપોરે ૧૨ કલાકે રામ જન્‍મ પ્રાગટ્‍ય મહોત્‍સવ ઉજવાશે

તેમજ તારીખ ૨૧ ને શનિવારના રોજ સાંજે ૬ કલાકે ગોવર્ધન લીલા ૫૬ ભોગ દર્શન તેમજ તારીખ ૨૨ને રવિવારના રોજ રાત્રીના ૮ કલાકે રૂક્ષ્મણી વિવાહ ભવ્‍ય રીતે ઉજવાશે

રાત્રિના વિવિધ કાર્યક્રમો પણ યોજાશે જેમાં તારીખ ૧૭ મંગળવારે રાત્રીના ૯ કલાકે શ્રી કૃષ્‍ણ મહિલા સત્‍સંગ મંડળ દ્વારા મહિલા સત્‍સંગ નો કાર્યક્રમ તેમજ તારીખ ૧૮ ને બુધવારે રાત્રીના ૯ કલાકે માબાપને ભૂલશો નહીં નાટક જામજોધપુર દુર્ગેશ પાઠક દ્વારા આયોજિતᅠ બાળાઓ દ્વારા રજૂ કરવામાં આવશે

તારીખ ઓફિસને શુક્રવારના રોજ રાત્રીના ૯ કલાકે સૌરાષ્ટ્રના ખ્‍યાતનામ હાસ્‍ય કલાકાર મનસુખભાઈ વસોયા ખિલોરી વાળા હાસ્‍ય દરબાર યોજાશે

તેમજ તારીખ ૨૧ શનિવારે રાત્રીના ૯ કલાકે રાજુ પટેલ જૂનાગઢ દ્વારા શ્રીનાથજીની ૮ સ્‍વરૂપની ઝાંખી ના દિવ્‍ય દર્શનનો કાર્યક્રમ રાખવામાં આવ્‍યો છે

શ્રીમદ ભાગવત સપ્તાહ દરરોજ સવારે ૯ થી ૧૨ તેમજ સાંજે ૪ થી ૭ સુધી કથાનું રસપાન થશે અને રાત્રીના વિવિધ સાંસ્‍કૃતિક કાર્યક્રમો યોજાશે ધોરાજીની જનતાને શ્રીમદ ભાગવત કથાનો લાભ લેવા માટે મોજીલા મહોત્‍સવ મંડળ જાહેર આમંત્રણ પાઠવ્‍યું છે 

(10:01 am IST)