Gujarati News

Gujarati News

News of Tuesday, 17th May 2022

કેશોદમાં કરણી સેના એકતા યાત્રાનું ભવ્‍ય સ્‍વાગત

(કિશોરભાઈ દેવાણી દ્વારા) કેશોદ,તા. ૧૭:  શ્રીરાજપૂત કરણી સેના આયોજીત એકતા યાત્રા ગઈકાલે કેશોદમાં પ્રવેશતા ભવ્‍ય સ્‍વાગત કરવામાં આવેલ હતુ. રાષ્ટ્રિય ક્ષત્રિય સમાજનું સૌથી મોટા સંગઠન શ્રીરાજપૂત કરણી સેના દ્વારા આયોજિત ગુજરાતના સ્‍થાપના દિવસે સમાજનું સંગઠન મજબૂત થાય તથા ક્ષત્રિય સમાજમાં સામાજિક રાજકીય તથા શૈક્ષણિક જાગૃતિ અને નાના મોટા કુરિવાજો નાબૂદ થાય તેવા ઉદેશથી સૌથી મોટી ૧૮૦૦થી ૨૦૦૦ કિ.મી.ની એકતા યાત્રા માતાના મઢ કચ્‍છથી કરણી માતાની સ્‍થાપના અખંડ જયોત સાથે પ્રસ્‍થાન કરી અંબાજી સોમનાથ જવા રવાના થઈ છે.

ત્‍યારે કેશોદમાં સોમનાથ હોટલે રાજપુત કરણી સેના રાજપુત સમાજ તથા રાજપુત યુવા સંઘ દ્વારા એકતા રથનું ભવ્‍ય સ્‍વાગત કરવામાં આવ્‍યા બાદ જયાંથી બાઈક રેલી ફોર વ્‍હીલ વાહનોના મોટા કાફલા સાથે રેલી સ્‍વરૂપે કેશોદના મુખ્‍ય માર્ગો ઉપરથી પસાર થઈ હતી. ચાર ચોક ખાતે વિવિધ સામાજિક સંગઠનો વિવિધ જ્ઞાતીજનો અશહેરીજનોએ સ્‍વાગત કર્યું હતુ.

બાદમાં એકતા યાત્રા સોમનાથ તરફ આગળ વધી હતી આ યાત્રા માં સાધુ સંતો સામજિક આગેવાન રાજકીય આગેવાન સામજિક સંસ્‍થાઓ યાત્રામાં જોડાઈ કરણી માતાજીના જયોતના દર્શનનો લાભ લીધો હતો. એકતા યાત્રાના કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રીરાજપૂત કરણી સેના કેશોદ શ્રીગિરાસદાર રાજપૂત સમાજ શ્રીરાજપૂત યુવા સંઘ તથા કાઠી ક્ષત્રિય સમાજ કેશોદ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. 

(10:00 am IST)