Gujarati News

Gujarati News

News of Saturday, 17th April 2021

કચ્છમાં મંદિર ચોરીનો ભેદ ઉકેલતી ભચાઉ પોલીસઃ મહિલા સહિત ૨ આરોપીઓ ઝડપાયાઃ ઍરંડા ભરેલ ટ્રક ચોરીના ગુન્હામાં પણ ૩ ઝડપાયાઃ મુદ્દામાલ જપ્ત

(વિનોદ ગાલા દ્વારા) ભૂજ, તા. ૧૭ :. કચ્છમાં મંદિર ચોરીનો ભેદ ઉકેલવામાં ભચાઉ પોલીસને સફળતા મળી છે. જ્યારે ઍરંડા ભરેલ ટ્રક ચોરીના ગુન્હામાં પણ ૩ની ધરપકડ કરાઈ છે.

પોલીસ મહાનિરીક્ષક જે. આર. મોથલીયા બોર્ડર રે.ન. જ. ભુજ કચ્છ તથા પોલીસ અધિક્ષક મયુર પાટીલ પૂર્વ કયુ છ ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષક વી. આર. પટેલ નાઓ તરફથી મિલ્કત સબંધી ગુનાઓ બનતા અટકાવવા તેમજ બનેલ ગુનાઓ શોધી કાઢવા સારૂ સુચના આપેલ જે અનવ્યે પોલીસ ઇન્સ્પેકટર પી. ઍન. ઝીંઝૂવાડીયા તથા પો. સ. ઇ. ઍન. વી. રહેવર તથા પોલીસ સ્ટાફના માણસો ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પોલીસ સબ ઇન્સ્પેકટર ઍન. વી. રહેવરનાઓને ખાનગી રાહે બાતમી હકિકત મળેલ કે ભચાઉ પો. સ્ટે. ઍફ. આઇ. આર. રજી. નં. ૦૦૯ર-ર૦ર૧ ઇ. પી. કો. કલમ ૩૮૦, ૪પ૪ મુજબના ગુના કામેની આરોપણ બહેન આ કામે ગયેલ મુદામાલ સોની બજારમાં વહેચવા જઇ રહેલ છે જે બાતીમના આધારે વર્ણન વાળી સ્ત્રીને ઉભી રખાવી મહિલા પોલીસ દ્વારા તેની પાસે રહેલ કપડાની થેલી ચેક કરતાં તેમાંથી ચાંદીના ત્રણ અલગ અલગ આકારના છતર મળી આવેલ જે બાબતે પુછપરછ કરતાં ગલ્લા - તલ્લા કરવા લાગેલ જેથી સદર બહેનને પોલીસ સ્ટેશન લાવી સદર બાબતે વધુ ઉંડાણપૂર્વક પુછપરછ કરતાં અગાઉ બીજી ઘણી બધી જગ્યાઍ ચોરીઓ કરી હોવાનું કબુલાત કરતાં પંચો રૂબરૂ તેના ઘરની ઝડપી તપાસ કરતાં તેના ઘરેથી બીજા નાના મોટા રર૦ છતર મળી આવેલ તેમજ બાકીનો મુદામાલ ભચાઉ સોની બજારમાં આપેલ છે.

પોલીસે સતીબેન ઉર્ફે સંતોકબેન રામભા ગઢવી રહે. હિંમતપુરા વિસ્તાર ભચાઉ, નરેશ ખેતાભાઇ કોલી ઉ.વ.રર રહે., જુનાવાડા વિસ્તાર ભચાઉ અને ચંદુભાઇ નરસિંહભાઇ સોની ઉ.પ૧ રહે. ભચાઉની ધરપકડ કરી છે.

જયારે ૧૦૦૩ ગ્રામની ચાંદીની પાટ નંગ-૦૧, પ૮૬ ગ્રામની ચાંદીની પાટ નંગ-૦૧, ચાંદીના નાગ નંગ-૦૯, ચાંદીની નાની મોટી મૂર્તિઓ નંગ-૧૩, મંદિરના જુના નાના મોટા છતર નંગ રર૦, મંદિરના નાના મોટા નવા છતર નંગ ૭૯, રોકડા રૂપિયા ૧૧ર૦૦, ઓટો રીક્ષ રજી. નં. જીજે-૧ર- બીટી-૩૦૦ર, કિ. રૂ. પ૦,૦૦૦, મોબાઇલ ફોન નંગ ૧ કિ. રૂ. પ૦૦, કુલ ચાંદી ગ્રામ ૭૧૪૩, કિ. ૩,રપ,૦૦૦ તથા રોકડ ૧૧૦૦૦ મળી કુલ કિ. રૂ. ૩,૮૬,૭૦૦ મુદામાલ જપ્ત કરેલ છે.

આ કેસમાં મહિલા દ્વારા ઓટો રિક્ષા ભાડે કરી રોડ ઉપર તેમજ અંતરીયાળ વિસ્તારમાં આવેલ મંદિરમાં દિવાબત્તી કરવા જવા માટે હાથમાં ઘીની બરણી લઇ મંદિરમાં રહેલા ચાંદીના દાગીના બરણીમાં મુકીને રીક્ષામાં બેસી નિકળી જઇને મોટા પ્રમાણમાં મુદ્દામાલ ઍકઠો કરી સ્થાનિક જવેલર્સમાં  વેચાણ કરી બીલ લઇ બીજા જવેલર્સને બીલ વડે વેચાણ કરવું તેમજ જીલ્લા બહારના મંદિર ચોરીની મુદ્દામાલ અન્ય ચોર ઇસમો પાસેથી લઇ સ્થાનિક બજારમાં વેચાણ કરતા હતા.

આરોપીઍ ભચાઉ તથા રાપર તાલુકાના કિડીયાનગર પદમાપર-વેકસ-પ્રાગપર ટીંડલવા-સઇ ચિત્રોડ-વોંઘ સામખીયારી આંબલીયારા-જંગી, મોડપર નવાગામ લખાપર વાંઢીયા, કતારીયા, ચિત્રોડ, થોરીયારી, ગુણાતીતપુર, રામેશ્વર, સુખપર, પશુડા-અંજાર-જેસલ, તોરલ, તેમજ જેસલ તોરલ રોડ પર આવેલ ખેતરપાળ દાદાનું મંદિર લુણવા-ચોણડવા-ધમડકા, દુધઇ, જુની-દુધઇ, ટીંડીવાળા મંદિર નવી દુધઇ-આમરડી-કુંભારડી-કરમરીયા, વામકા-ટીંડલના ગામથી અંદર ખેતરપાળ દાદાનું મંદિર રવ રવેચી, કુડા, રામવાવ, કકરવા, ખારોઇ ભચાઉ ઍમ અલગ અલગ જગ્યાઍ આવેલા મંદિર ફરેલ છે.

સતીબેન ઉર્ફે સંતોકબેન રામભા ગઢવી રહે. હિમતપુરા વિસ્તાર ભચાઉ, થરા પોલીસ સ્ટેશન (બનાસકાંઠા) સામે ગુન્હા નોંધાયા છે.

આ કામગીરી ઇ.પોલીસ ઇન્સપેકટર શ્રી પી.ઍન. ઝીંઝુવાડીયા તથા પોલીસ સબ ઇન્સ્પેકટર ઍન.વી.રહેવર તથા હેડ કોન્સ્ટેબલ અરવિંદસિંહ જાડેજા તથા વિશ્વજીતસિંહ ગોહીલ તથા સરતાણભાઇ પટેલ તથા દિપકભાઇ સંજાટ તથા પોલીસ કોન્સ્ટેબલ અશોકજી ઠાકોર તથા સુરેશભાઇ પીઠીયા તથા નારણભાઇ આસલ તથા હરિસિંહ રાઠોડ તથા મહિલા પો.કોન્સ. રજનબેન રાઠોડ તથા ભાવનાબેન ઠાકોર વિગેરેનાઓ સાથે રહી કરવામાં આવેલ હતી.

બોર્ડર રેન્જ આઇજીપી જે.આર.મોથલીયા ભુજ ચથા પોલીસ અધિક્ષક પુર્વ કચ્છ ગાંધીધામ શ્રી મયુર પાટીલનાઓ તરફથી જિલ્લામાં બનતા મિલ્કત સંબંધી ગુનાઓ અટકાવવા અને બનેલ ગુનાઓ શોધી કાઢવા જરૂરીસુચના આપતા આ બાબતે ઍલસીબીની ટીમ મિલકત સબંધી જાહરે થયેલ ગુનાઓને શોધી કાઢવાની કામગીરીમાં ભચાઉ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે ગઇ તા.૧૬-૪-ર૦ર૧ ના રોજ ભચાઉ હાઇવે પર આવેલ ખેમા બાબા હોટલના કમ્પાઉન્ડમાંથી ટ્રક નંબર જીજે ૧ર ઍકસ ર૦૯૧ તથા તેમાં ભરેલ અરંડાની બોરીઓ સહીતની ચોરી ચોરી થયેલ તે ચોરી કરનાર આરોપીઓમાં ઇલીયાસ અબ્દુલ ખાસકોલી તથા ઓસમાણ પરીટ તથા તૈયબ હીંગોરજા નામના ત્રણેય ઇસમો ચોરીના ગુનામાં સંડોવાયેલ છે. તેમજ ચોરીમાં ગયેલ મુદામાલ તૈયબ હીંગોરજાની કબ્જાની વાડીની ઓરડીમાં રાખેલ છે. જેથી મજકુર ત્રણેય ઇસમોની પુછપરછ કરતા ચોરી કરેલાની કબુલાત આપતા ચોરીમાં ગયેલ મુદામાલ સાથે ત્રણેય ઇસમોને પકડી પાડી કોવીડ ૧૯ અન્વયે રાઉન્ડઅપ કરી આગળની કાર્યવાહી માટે ભચાઉ પો.સ્ટે.ને સોîપવામાં આવેલ છે.

પોલીસે (૧) ઇલીયાસ અબ્દુલભાઇ ખાસકોલી ઉ.વ.૩૯ રહે. સીતારામપુર બટીયા વિસ્તાર ભચાઉ (શ્ર) ઓસમાણ ઇબ્રાહીમ પરીટ ઉ.વ.૩ર રહે. નાની ચીરઇ તા.ભચાઉ (૩) તૈયર સુલેમાન હિંગોરજા ઉ.વ.પપ રહે. સીતારામપુરા બટીયા વિસ્તાર ભચાઉની ધરપકડ કરીને ટ્રક નંબર જી.જે. ૧ર ઍકસ ર૦૯૧ કિ. રૂ. પ,૦૦,૦૦૦ મો.સા. હિરો ઍચ.ઍફ.ડીલક્ષ નં. જી.જે. ૧ર સી.ઍન. ૪૭પ૧ કિ. રૂ. ૪૦,૦૦૦ ઍરંડા ભરેલ બોરીઓ નંગ ર૭૦ કિ.રૂ. ૧૦,૪પ,૯૧૩  સેમ્પલ કંપનીનો સાદો મોબાઇલ કિ.રૂ.પ૦૦  કુલ કિ. રૂ. ૧પ,૮૬,૪૧૩ મુદામાલ જપ્ત કર્યો છે.

આ કામગીરી લોકલ ક્રાઇમ બ્રાન્ચના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર ઍસ.ઍસ.દેસાઇ તથા પોલીસ સબ ઇન્સ્પેકટર બી.જે.જાષી તથા ઍલસીબી સ્ટાફ જોડાયેલ હતો.

(4:48 pm IST)