Gujarati News

Gujarati News

News of Saturday, 17th April 2021

જામનગર શહેર-જિલ્લામાંકોરોનાની સ્થિતિ અને તેના નિયંત્રણ માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષ સ્થાને અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલની ઉપસ્થિતિમાં કલેક્ટર કચેરી, જામનગર ખાતે આજે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક

(મુકુંદ બદીયાણી દ્વારા)જામનગર:::જામનગર શહેર-જિલ્લામાંકોરોનાની સ્થિતિ અને તેના નિયંત્રણ માટે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષ સ્થાને અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલની ઉપસ્થિતિમાં કલેક્ટર કચેરી, જામનગર ખાતે આજે  ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઇ હતી

   જેમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જામનગર શહેર તેમજ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના  કેસ,ટેસ્ટિંગ,ટ્રેસિંગ,કોવિડ ડેડિકેટેડ  હોસ્પિટલો,બેડની સંખ્યા,ઓકિસજનની સુવિધા, વેન્ટીલેટર,રેમડેસિવિર ઈન્જેકશન ,સારવારની સુવિધા,

આરોગ્ય સ્ટાફ સહિતની વિગતો મેળવીને કોરોના નિયંત્રણ અને જરૂરી  વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવા વહીવટી તંત્રને માર્ગદર્શન કરીને સૂચનોઓ આપી હતી.   

આ બેઠકમાં કૃષિ મંત્રી  આર.સી.ફળદુ, રાજ્યમંત્રી  ધર્મેન્દ્રસિંહ જાડેજા, સાંસદ  પૂનમબેન માડમ, ધારાસભ્ય  રાઘવજીભાઈ પટેલ, મેયર શ્રીમતી બીનાબેન કોઠારી, મુખ્ય સચિવ શ્રી અનિલ મુકીમ, ભાજપના જિલ્લા પ્રમુખ રમેશ મૂંગરા, શહેર પ્રમુખ વિમલ કગથરા, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવશ્રી કે. કૈલાસનાથન, આરોગ્ય અગ્ર સચિવ ડૉ. જયંતિ રવિ,ખાસ ફરજ પરના અધિકારીશ્રી, જિલ્લા કલેક્ટરશ્રી,

મહાનગરપાલિકા કમિશનરશ્રી,

જિલ્લા વિકાસ અધિકારી શ્રી,રેન્જ આઇજીશ્રી , જિલ્લા પોલીસ વડા સહિત પદાધિકારી અને અધિકારીઓ ઉપસ્થિત રહીને કોરોનાની સ્થિતિ અંગે ચર્ચા- વિચારણા કરી હતી. (તસવીર: કિંજલ કારસરીયા-જામનગર)

(1:10 pm IST)