Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

હળવદના માનસર ગામે બે વ્યક્તિના આપઘાતના બનાવામાં મોટો ધડાકો :પરિણીતાએ તેના ભત્રીજા સાથે મળીને પતિ અને સાસુની હત્યા કરી હોવાનું ખુલ્યું

બેવડી હત્યામાં પલટાયેલા બનાવમાં પતિને ધોકો ઝીંકીને અને સાસુનું ગળું દબાવીને મોતને ઘાટ ઉતાર્યા હતા ;બંનેની લાશને ધ્રાંગધ્રાના કોપરણી ગામે અંતિમવિધિ કરી નાખી હતી

હળવદ :હળવદના માનસર ગામે બે વ્યક્તિના આપઘાતના બનાવામાં મોટો ધડાકો થયો છે આ બનાવમાં પરિણીતાએ તેના ભત્રીજા સાથે મળીને પતિ અને સાસુની હત્યા કરી હોવાનું ખુલ્યું છે   

  બેવડી હત્યામાં પલટાયેલા બનાવમાં પતિને ધોકો ઝીંકીને અને સાસુનું ગળું દબાવીને મોતને ઘાટ ઉતાર્યા હતા 5મી જાન્યુઆરીએ હત્યા કર્યા બાદ બંનેની લાશને ધ્રાંગધ્રાના કોપરણી ગામે લઇ જઈને અંતિમવિધિ કરી નાખી હતી  ગ્રામજનોની જાગૃતતાથી બેવડી હત્યાનો બનાવ બહાર આવ્યો છે

પોલીસે માનસર ગામના સરપંચની ફરિયાદને આધારે ગુન્હો નોંધ્યો છે અને તપાસ હાથ ધરી છે

 હળવદના પીઆઇ,ડીવાયએસપી સહિતના અધિકારીઓ કોપરણી ગામે તપાસ માટે પહોંચ્યા છે

(8:37 pm IST)