Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

ગળકોટડી પાસે સ્વીફટ કાર પલ્ટી ખાઇ જતા મહીલા સહીત બેના મોત

બાબરામાં જામબાવળા ગામે કૌટુંમ્બીક કામે નિકળેલા પરિવારની કાર વહેલી સવારે પલ્ટી ખાઇ જતા વિજેતાબેન અને રાજેશભાઇના મોત નિપજયાનું પોલીસમાં જાહેર

અમરેલી તા. ૧૭ : સૌરાષ્ટ્રમાં અકસ્માતનો સીલસીલો યથાવત રહ્યો હોઇ તેવુ ગઇકાલે વહેલી સવારે અમરેલીના ગળકોટડી ગામ પાસે સ્વીફટ મોટરકાર પલ્ટી મારી જતા ૧ મહીલા સહીત બેના મોત થયાનું ખુલ્યું છ.ે

આ બનાવ અંગે કોટડા સાંગાણી તાલુકાના જયંતિભાઇ બચુભાઇ અકબરીએ બાબરા પોલીસમાં જાહેર કર્યા મુજબ ''બાબરાના જામબવળાવા ગામે કૌટુમ્બીક કામ માટે સમગ્ર પરિવાર સ્વીફટ કાર નં. જી.જે.૧૭-૮-૮૮૧''માં નિકળ્યો હતો. ત્યારે ગળકોટડી ગામ પાસે ડ્રાઇવરે કાબુ ગુમાવતા સ્વીફટ કાર પલ્ટી ખાઇ જતા ગંભીર અકસ્માત સર્જાયેલ અને આ અકસ્માતમાં ગંભીર ઇજા પામેલ વિજેતાબેન ત્થા રાજેશભાઇ બંનેના મોત નિપજતા આ ઘટનાથી અરેરાટી મચી ગઇ છે.

(4:34 pm IST)