Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

વેરાવળ, સોમનાથ, સુત્રાપાડામાં વિજદરોડાઃ ૭૦ ટીમો ત્રાટકી

વ્હેલી સવારથી વિજ ચેકીંગઃ વિજ દરોડાથી ફફડાટઃ અમુક લોકો ઘર બંધ કરી નિકળી ગયા

 વેરાવળ તા. ૧૭ : વેરાવળ સોમનાથ સુત્રાપાડા વિસ્તારમાં વ્હેલી સવારે ૬ વાગ્યામાં ગુજરાતભરની ૭૦ ટીમોએ અનેક વિસ્તારમાં વિજ  ચેકીંગ હાથ ધરેલ હતું. પી.જી.વી.સી.એલ.ના અધિકારીઓએ જણાવેલ હતું વડોદરા હેડ ઓફીસના માર્ગદર્શન હેઠળ ગુજરાતભરના અધિકારીઓની ૭૦ ટીમો પોલીસ બંદોબસ્ત સાથે વ્હેલી સવારે ૬ વાગ્યાથી વેરાવળમાં બહારકોટ, પટેલવાડી, તુર કચેરી, ખારવા વાડા, જાલેશ્વર સોમનાથ ટોકીઝ વિસ્તાર, ભીડીયા, પ્રભાસપાટણ, સોમનાથ, હરણાસા, ડારી, છાત્રોડા, નવાપરા વિસ્તારમાં આ ટીમોએ વિજ ચેકીંગ ચાલુ કરેલ હતું સાંજ સુધી ચાલુ રહેશે તેમ જણાવેલ હતું અચાનક વિજ દરોડા પડતા અનેક વિસ્તારમાં ફફડાટ ફેલાયેલ હતો અને અમુક લોકો તો ઘર બંધ કરીને નિકળી ગયેલ હતા.

વેરાવળ બંદરમાં આધેડ ગણેશભાઇ અંજાણીનું પડી જતા મૃત્યુ

વેરાવળ ભીડીયા વિસ્તારમાં રહેતા આધેડ બંદર વિસ્તારમાંથી ચાલીને જતા હોય તે પડી જતા સ્થળ ઉપર કમકમાટી ભર્યું મૃત્યુ થયેલ હતું. આ બનાવની વિગત અવી છે કે ભીડીયા વિસ્તારમાં રહેતા ગણેશભાઇ વેલજીભાઇ આંજાણી (ઉ.૪પ) તા. ૧૬ ના રોજ રાત્રે ૯-૩૦ કલાકે બંદર બિલ્ડીંગ યાર્ડ પાસે ચાલીને જતો હોય તે અકસ્માતે પડી જતા હેમરેજ થઇ જતા ઘટના સ્થળે મૃત્યુ પામેલ હતા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરેલ છે.

સરકારી શાળામાં કાર્યક્રમ

વેરાવળ તાલુકાની તાતીવેલા સરકાર પ્રાથમીક શાળાને ઇનરવ્હીલ કલબ દ્વારા હેપી શાળા તરીકે પસંદ કરવાની સાથે દતક લઇ એક કાર્યક્રમ યોજાયો હતો.

આ શાળાના આચાર્ય રમેશભાઇ રામે જણાવેલ કે અમારી શાળામા઼ ૩૦૦ થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે જેઓ અનેક સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ટ દેખાવા કરી રહ્યા છે જેમાં ખેલ મહાકુંભમાં તાલુકા કક્ષાએ ૩૧ બાળકોનો પ્રથમ, દ્વીતીય અને તૃતીય નંબરે આવેલ તેમજ જીલ્લા કક્ષાએ ૩ બાળકો દ્વીતીય નંબર પર ગણીત,વિજ્ઞાન પ્રદર્શનમાં અને નિબંધ સ્પર્ધામાં જીલ્લામાં પ્રથમ સ્પોર્ટસ સ્કુલના એડમીશન મટે આઇ-૬ બાળકો બેટરી સ્પર્ધામાં કવોલીફાઇડ થયા હતા. ઇનરવ્હીલ કલબના જીલ્લાના ચેરમેન સુરક્ષા બાથલા, પ્રમુખ નમ્રતા શર્મા, ઉર્મીલા શર્મા સહિતના અન્ય સભ્યો અને નારણભાઇ ગાવડીયા સહીતના ગ્રામજનોની હાજરીમાં એક કાર્યક્રમ યોજાયેલ હતો જેમાં શાળાના ૩૧૬ વિદ્યાર્થીઓને બુટ પુસ્તકો, રમત ગમતના સાધનો, સફાઇના સાધનો, સ્પોર્ટસ સહીતની વસ્તુઓની એક એક કીટ આપવામાં આવી હતી.

(3:41 pm IST)