Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

પોરબંદરની છોકરીઓના ફેઇસ બુક ઉપર ફોટા મુકી ખરાબ ચીતરનાર યુવક સામે પોલીસ ફરીયાદ

 પોરબંદર તા. ૧૭ : ફાયર બ્રિગેડ વિસ્તારમાં રહેતી યુવતી અને તેના પરિવારજનોને ફેઇસ બુક ઉપર ખરાબ ચીતરનાર યુવક સામે કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઇ છે. જુના ફુવારા પોલીસ લાઇનમાં રહેતા સુભાષ જીવા શીંગરખીયા સામે પોલીસ ફરીયાદમાં જણાવેલ કે આ યુવકે તા. ર૯/૩/૧૭ થી તા.૧૦/૧૦/૧૭ સુધી યુવતી અને તેની બહેન તથા પરીવારના સભ્યો તેમજ અન્ય છોકરીઓના ફોટા કોઇપણ રીતે મેળવીને ફેઇસ બુક તથા વોટસએપમાં મુકીને સાથે ખરાબ લખાણ લખીને હેરાન કરાતાનુ જણાવેલ છે. પોલીસે કલમ ૩પ૪, પ૦૮ પો.એકટ કલમ ર૦૧ર/રર ઇન્ફોર્મશન એકટ ર૦૬૭ મુજબ યુવક સામે ગુન્હો નોંધ્યો છે.

(3:40 pm IST)