Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

ભાણવડના નવાગામ પાસે રીક્ષા-બાઇક ટકરાતા સગર યુવકનું કમકમાટી ભર્યુ મોત

ભાણવડતા નવા ગામ પાસે રિક્ષા અને બાઇક વચ્ચે સર્જાયેલ અકસ્માતની પ્રથમ તસ્વીરમાં મૃતક યુવાન દર્શાય છે અન્ય તસ્વીરમાં ઇજા ગ્રસ્ત વ્યકતી ત્થા હોસ્પીટલે ઉમટી પડેલા મૃતકના પરિવારજનો નજરે પડે છે (તસ્વીરઃ રવી પરમાર -ભાણવડ)

ભાણવડ તા.૧૭: અત્રેના નવાગામ પાસે નવાગામ રોજીવાડા રોડ પર રીક્ષા અને બાઇકની વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક ચાલક સગર યુવકનું મોત નિપજ્યુ હતું જયારે રીક્ષાચાલકને પગમાં ફેકચર સહિતની ઇજાઓ પહોંચતા પોરબંદર ખસેડવામાં આવેલ છે.

ભાણવડ સરકારી હોસ્પીટલેથી પ્રાપ્ત વિગત મુજબ રોજીવાડાનો રહેવાસી સગર હિતેષ ટપુભાઇ ગોહેલ (ઉ.વ.૨૨) પોતાનું બાઇક લઇને ભાણવડથી નવાગામ થઇને રોજીવાડા જઇ રહ્યો હતો ત્યારે નવાગામથી થોડે દુર પહોંચતા ગુંદાથી નવાગામ તરફ આવી રહેલી રીક્ષા સાથે ટકરાઇ જતા માથા તેમજ મોઢાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી જયારે છકડો રીક્ષાચાલક કાસમ ભાઇ ઇશાભાઇ વઢવાણાને પગમાં ગંભીર ઇજા પહોંચેલ. ૧૦૮ને અકસ્માતની જાણ કરતા તે ઘટના સ્થળે પહોંચી જઇ હિતેષ ગોહેલને બે ભાન અવસ્થામાં તેમજ રીક્ષાચાલકને ઇજાગ્રસ્ત હાલતમાં ભાણવડ સરકારી હોસ્પીટલે લઇ આવવામાં આવેલ જયાં ફરજ પરના ડોકટરે હિતેષ ગોહેલને મૃત જાહેર કરેલ તેમજ રીક્ષાચાલકને પગમાં ફેકચર સહિતની ઇજાઓ પહોંચતા વધુ સારવાર માટે પોરબંદર રીફર કરેલ છે.

હિતેષના મૃત્યુના સમાચારથી તેમના પરિવારના સભ્યોના આકંદથી હોસ્પીટલમાં ગમગીની છવાઇ ગઇ હતી જયારે ભાણવડ સગર સમાજ પણ મોટી સંખ્યામાં હોસ્પીટલે ઉમટી પડ્યો હતો અને મૃતકના પરિવારને સાંત્વના આપી હતી. અકસ્માત અંગે ભાણવડ પોલીસ સ્ટેશને જાણ કરવામાં આવતા પોલીસે પંચનામા સહિતની કાર્યવાહી હાથ ધરી છે.(૧.૮)

(12:36 pm IST)