Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ઝાકળ વર્ષાઃ ઠંડો પવન ફુંકાયો

અમુક સેન્ટરોમાં ફરી પારો ગગડયોઃ નલીયા ૧૧.ર, કંડલા ૧ર, ભુજ ૧૪.૪, રાજકોટ ૧૭.૬

ટંકારામાં સવારે ગાઢ ધુમ્મસ  : ટંકારામાં આજે સવારે ગાઢ ધુમ્મસ છવાયેલ સુર્યોદયથી સાડા સાત વાગ્યા સુધી ગાઢ ધુમ્મસ છવાયેલ રહેલ ધુમ્મસના કારણે મોરબી-રાજકોટ હાઇવે ઉપર વાહનો લાઇટો ચાલુ હોવા છતાં આઠ દસ ફુટ ફુટ  થી દેખાતા ન હતાં. વાહન વ્યવહાર ધીમી ગતિએ ચાલુ રહેલ. (તસ્વીર - અહેવાલ હર્ષદરાય કંસારા ટંકારા)

રાજકોટ તા. ૧૭ :.. છેલ્લા બે દિવસથી તાપમાનનો પારો થોડો ઉચો જતા ઉનાળા જેવો માહોલ સર્જાયેલ. દરમિયાન આજે વહેલી સવારે ઠંડો પવન  શરૂ થયેલ અને હળવા ધુમ્મસ સાથે ઝાકળવર્ષા થઇ હતી.

મકર સંક્રાંતિથી વાતાવરણ પલ્ટાયુ હતંુ અને સતત બે દિવસ સુધી ગરમીનું પ્રમાણ વધ્યુ હતું ઠંડી ગાયબા થઇ ગયેલ. જો કે આજે સવારે ફરીથી ઠંડા પવનો ફુંકાવા લાગતા લોકો ગરમ કપડા પહેરવા પડયા હતાં. અને ઠંડા પવન સાથે ધુમ્મસનો માહોલ પણ  સર્જાતાં ઝાકળ વર્ષા થઇ હતી. રસ્તાઓ ભીના થઇ ગયેલ. ધુમ્મસને કારણે વાહનો ચલાવવા પણ મુશ્કેલ બન્યા હતાં.

રાજકોટમાં વહેલી સવારે વાદળો

રાજકોટમાં ધુમ્મસ-ઠંડા પવન સાથે આકાશમાં વાદળો પણ છવાતાં હવામાનમાં ભેજ વધ્યો હતો.

કયાં કેટલું તાપમાન

અમદાવાદ

૧૬.૪

ડીસા

૧પ.ર

વડોદરા

૧૬.૮

રાજકોટ

૧૭.૬

ભુજ

૧૪.૪

નલીયા

૧૧.ર

સુરેન્દ્રનગર

૧૭.૮

ન્યુ કંડલા

૧૬.૩

કંડલા એરપોર્ટ

૧ર

ગાંધીનગર

૧૪.પ

મહુવા

૧૮.૩

વલસાડ

૧૬.૬

(11:39 am IST)