Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

ગોંડલના પાંચીયાવદર ગામે તગારામાંથી ગરમ પાણી ઉડતાં દાઝેલા ૧ વર્ષના યુવરાજનું મોત

રાજકોટ તા. ૧૭: ગોંડલના પાંચીયાવદર ગામે અરૂણભાઇ ડાભીની વાડીમાં રહેતાં અને મજુરી કરતાં મુળ મધ્યપ્રદેશના રાહુલ ખરાડીનો ૧ વર્ષનો દિકરો યુવરાજ ગરમ પાણીથી દાઝી જતાં મોત નિપજતાં અરેરાટી ફેલાઇ ગઇ હતી.

યુવરાજ ૧૧મીએ વાડીમાં રમતો રમતો ગરમ પાણી ભરેલા તગારા પાસે જતાં અને તગારૂ પકડી લેતાં પાણી ઉડતાં દાઝી જતાં ગોંડલ સારવાર અપાવી રાજકોટ સિવિલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ આજે સવારે મોત નિપજ્યું હતું. હોસ્પિટલ ચોકીના રાણાભાઇ ચીહલા અને દિપસિંહ ચોૈહાણે જરૂરી કાર્યવાહી કરી હતી. મૃતક બે ભાઇમાં નાનો હતો. બનાવથી મજૂર દંપતિ શોકમાં ગરક થઇ ગયું હતું.

(11:29 am IST)