Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

શાપરમાં ફેકટરીમાં લિફટમાં સામાન ચડાવતી વખતે વિજકરંટથી યુ.પી.ના શાહિદખાન પઠાણનું મોત

રાજકોટ તા. ૧૭: મુળ યુ.પી.ના ૧૮ વર્ષના યુવાનનું શાપર વેરાવળ ખાતે ફેકટરીમાં કામ કરતી વખતે લોખંડની લિફટમાંથી વિજકરંટ લાગતાં મોત નિપજતાં પરિવારજનો અને મજૂરોમાં શોક છવાઇ ગયો હતો.

યુ.પી.ના એટા જીલ્લાના અલીગંજના અમરસંગ નગલા ગામનો વતની શાહિદખાન હબીબખાન પઠાણ (ઉ.૧૮) શાપર ખાતે બાલાજી મેન્યુફેકચર્સ નામની ફેકટરીમાં કામ કરતો હતો. જ્યાં લિફટમાં સામાન ચઢાવતી વખતે વિજકરંટ લાગતાં શાપર સારવાર અપાવી રાજકોટ સિવિલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. હોસ્પિટલ ચોકીના સ્ટાફે કાગળો કરી શાપર પોલીસને જાણ કરી હતી.

મૃત્યુ પામનાર તેના બે ભાઇ અને ભાભી સાથે રહી મજૂરી કરતો હતો અને છ ભાઇ તથા ત્રણ બહેનમાં ચોથો હતો.

(11:28 am IST)