Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

મોટી પાનેલીમાં જુગારધામ ઝડપાયું ૬ શખ્સો ૭૯ હજારના મુદામાલ સાથે પકડાયા

ઉપલેટા, તા. ૧૭ :. તાલુકાના મોટી પાનેલી ગામેથી જુગારધામને પોલીસે ઝડપી લઈ જુગાર રમતા ૬ શખ્સોને ૭૯ હજારના મુદ્દામાલ સાથે પકડી લેવાયા હતા.

બનાવની વિગતો મુજબ ઉપલેટા તાલુકાના મોટી પાનેલી ગામે એક મુસ્લિમ શખ્સ દ્વારા બહારગામથી પત્તાપ્રેમીઓને જુગાર રમાડવા બોલાવી આ શખ્સ દ્વારા જુગાર રમાડાતો હતો. પોલીસને ચોક્કસ બાતમીના આધારે ઓસમાણ ઉંમર કાસમ મોતીયારના મકાન ઉપર દરોડો પાડી જુગાર રમતા મકાન માલિક ઓસમાણ ઉંમર કાસમ મોતીયાર, લોહાણા જયેશ પોપટ ચોટાઈ, આદમ સાગે મદ્રાસી, યુસુફ સુલેમાન દલ, નાથા નાઝા રાઠોડ, હાજી હારૂન સુભાણીયા સહિતના ૬ શખ્સોને રોકડ રકમ ૪૦,૪૦૦, સાત મોબાઈલ કિસન રવિયા સાત હજાર અને એક મારૂતિ કાર રૂ. ૨૫ હજાર મળી કુલ ૭૯,૯૧૦ના મુદામાલ સાથે આરોપીને ઝડપી પાડેલ હતા અને પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી.(૨-૩)

(10:03 am IST)