Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

રાજકોટ જેલમાં આજીવન કેદની સજાના ફરાર કેદીને પકડી પાડતી સોમનાથ એલસીબી

વેરાવળ, તા. ૧૭ :. રાજકોટ મધ્યસ્થ જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહેલ ફરાર કેદીને ગીર સોમનાથ એલસીબી/ પેરોલ ફર્લો સ્કવોડે પકડી પાડેલ છે.

ગીર સોમનાથ જીલ્લાના ગીર ગઢડા પો.સ્ટે.ના ગુ.ર. નં. ફર્સ્ટ ૪૮/૨૦૦૮ ઈ.પી.કો. કલમ ૩૭૬ ના કામે રાજકોટ મધ્યસ્થ જેલમાં આજીવન સજા ભોગવી રહેલ કેદી ગોવિંદભાઈ બોઘાભાઈ રહેવાસી સનવાવ તા. ઉના જિલ્લો-ગીર સોમનાથવાળો નામદાર ગુજરાત હાઈકોર્ટના હુકમથી દિન-૧૦ પેરોલ રજા ઉપર આવેલ હોય અને પેરોલ રજા તા. ૧૨-૧૨-૧૭ના પૂર્ણ થતા મધ્યસ્થ જેલ રાજકોટ ખાતે હાજર થવાને બદલે ફરાર થઈ નાસતો ફરતો હોય જેઓને પકડી પાડવા માટે ઈન્ચાર્જ જીલ્લા પોલીસ વડા સંજય ખરાત સા. શ્રીએ આ બાબતે સખત સૂચના આપેલ હતી.

જે અનુસંધાને પેરોલ ફર્લો સ્કવોડના પોલીસ હેડ કોન્સ. જોધુભાઈને મળેલ બાતમી આધારે એલસીબીના ઈન્ચાર્જ પોલીસ ઈન્સ. એસ.એમ. વડુકુળના તથા પેરોલ ફર્લો સ્કવોડના એ.એસ.આઈ. વી.જી. પરમાર તથા એલ.સી.બી. સ્ટાફના પો. હેડ કોન્સ. સંગ્રામસિંહ તથા રામદેવસિંહ તથા મેરામણભાઈ તથા ડ્રાઈવર વીરાભાઈનાઓ તા. ૧૫-૧-૨૦૧૮ના રાત્રીના નવેક વાગ્યે ગીર ગઢડા તાલુકાના સનવાવ ગામે તેના રહેણાક મકાનેથી દબોચી લઈ તેની બાકી રહેલ સજા ભોગવવા સારૂ ગીર ગઢડા પો. સ્ટે. સોંપી રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવામાં તજવીજ કરવામાં આવેલ છે.(૨-૪)

(10:02 am IST)