Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

મોરબીમાં સીરામીક કારખાનામાં કામ કરતી વેળાએ મશીનના પટ્ટામાં હાથ આવી જતા યુવકનું મોત

મોરબી:અહીંના સીરામીક કારખાનાંમાં કામ કરતા એક યુવકનું મશીનમાં હાથ આવી જતા મોત નીપજ્યું છે જાણવા મળ્યા મુજબ મોરબીના જેતપર રોડ પર આવેલ સેલો સિરામિક એકમમાં રહીને મજુરી કામ કરતા મઈભાઈ ઘનશ્યામભાઈ ગોંડ(ઉ.૧૮) રાત્રીના સમયે કારખાનામાં કામ કરતા હોય દરમિયાન મશીનના પટામાં આવી જતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.બનવાની નોંધ મોરબી તાલુકા પોલીસે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

(11:24 pm IST)