Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

સુરેન્દ્રનગરમાં ચોરી કરીને નાસતા ફરતા બે આરોપીઓને મોરબી એલસીબીએ ઝડપી લીધા

ચોરીમાં મદદ કરનાર અન્ય બે શખ્સોના નામ પણ કબુલ્યા


મોરબી :સુરેન્દ્રનગરમાં સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરીને નાસતા ફરતા બે આરોપીઓની મોરબી એલસીબીએ ઝડપી લીધા છે બંનેની પૂછપરછમાં અન્ય બે શખ્શોની મદદગારી હોવાનું પણ ખુલ્યું છે
   આ અંગેની વિગત મુજબ મોરબી જીલ્લા પોલીસ વડા જયપાલસિહ રાઠોડના માર્ગદર્શન હેઠળ ઇન્ચાર્જ પોલીસ આર.ટી.વ્યાસને મળેલી બાતમીના આધારે સુરેન્દ્રનગરમાં સોનાચાંદીના દાગીના કી.ર૪૫૦૦૦ તથા ૪૦૦૦૦ રોકડ કુલ ૮૫૦૦૦ના મુદામાલની ચોરી કરી ફરાર થઇ ગયેલા આરોપી ઈકબાલ ઇશાકભાઈ બાબરિયા(ઉ.૨૪),ગફુર ઇશાકભાઇ બાબરીયા (ઉ.૨૯) રહે. બંને નુરમહમદ સોસાયટીજુનું જંકશન સુરેન્દ્રનગર વાળાને મોરબી એલ.સી.બી. ટીમે ઝડપી પાડ્યા હતા.

  આ બંને આરોપીઓની પૂછપરછ કરતા દાઉદ સલીમભાઈ મોવર તથા અબ્જલ સૈયદ સુરેન્દ્રનગર વાળાએ પણ આ ચોરીમાં મદદ કરી હોવાનું જણાવ્યું હતું.

(11:15 pm IST)