Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

ઓખા મઢી બીચ ઉપર હજારો પ્રવાસીઓ ઉમટી પડયા

પ્રવાસીઓની સુવિધાનો અભાવઃ બીચ ફેસ્ટીવલ અને વિકાસની વાતોના ધજાગરા ઉડયા

દ્વારકા  તા. ૧૬ : મકર સંક્રાંતિએ આખો દિવસ દ્વારકા-જામનગરના હાઇવે માર્ગ પર આવેલ ઓખા મઢી બીચ ઉપર હજારો પ્રવાસીઓ પતંગ ચગાવવા ત્થા મોજ મસ્તી માટે સંખ્યા બંધ ગાડીઓ સાથે ઉમટી પડયા હતાં.

પરંતુ આ બીચ ઉપર ટોયલેટ જેવી સામાન્ય સુવિધા પણ પ્રવાસન વિભાગે ઉપલબ્ધ  કરાવી ન હોય.

હજારો પ્રવાસીઓમાં નિરાશા જોવા મળતી હતી. અને ઓખા મઢીના બીચના વિકાસની વાતોના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતાં.

લગભગ એક દાયકા પૂર્વે ગુજરાત રાજય સરકારના પ્રવાસન વિભાગે આ બીચને વિકસાવવાની સત્તાવાર જાહેરાત કરી હતી. બાદમાં બીચના વિકાસનીવાત તોઠીંક પણ પાયાની સુવિધા પણ ઉપલબ્ધ ન હોય. લોકોની નિરાશા વધતી જતી હોય તેવું દેખાઇ રહુ છે. કાચબા ઉછેર મ્યુઝીયમ ખુબ જ સુંદર છે પરંતુ તેની પણ યોગ્ય જાળવણી થાય તે જરૂરી છે.

ઓખા મઢીના બીચ ઉપર મરીન નેશનલ પાર્ક દરીયાઇ કાચબા ઉછેર કેન્દ્ર પણ બનાવેલ છે. જે વિસ્તારની જમીન ને પણ સમતોલ કરીને વૃક્ષોના ઉછેર સાથે બ્યુટીફીકેશન કરવું જરૂરી બન્યુ છે. માત્ર કાચબા ઉછેર સિવાયનો વિસ્તારમાં પણ કાંટા-બાવળના ઝાડવા દેખાય રહ્યા છે.

દ્વારકાની યાત્રાએ આવતા દરેક યાત્રીકો આ બીચ ઉપર રોકાણ કરતા હોય છે. પરંતુ સુવિધા વગરના આ  મનોરમ્ય ઓખા મઢી બીચની હાલત અતિ દયાજનક છે.

(11:33 am IST)