Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

મેંદરડામાં લઘુમતી બિરાદારો સાથે પૂર્વ સાંસદની મુલાકાત

મેંદરડા : અહીંની મસ્જીદ ખાતે દિલ્હીના પુર્વ રાજય સભાના સાંસદ તથા અખિલ ભારતીય મુસ્લીમ મોરચાના અધ્યક્ષ શ્રી ઉબેદુલા ખાન આજની એ મુલાકાત લેતા મસ્જીદમાં નમાજ પઢાવી કોમી, એકતા, ભાઇચારા તથા દેશની એકતા - અખંડીતા અંગે પ્રવચન આપી સમગ્ર મુસ્લીમ સમાજે સન્માન કરેલ. આ કાર્યક્રમને સફળ બનાવવા ઇદ્રીશભાઇ વડગામા, મહમદભાઇ સોલંકી, ફીરોજભાઇ સોલંકી તથા સાહીદભાઇ વડગામાએ જહેમત ઉઠાવી હતી. મુસ્લીમ સમાજમાં આનંદ અને એકતાની લાગણી ઉભી થયેલ છે. તસ્વીરમાં લઘુમતી અગ્રણીઓ સાથે સાંસદ ચર્ચા કરતા નજરે પડે છે.

(11:30 am IST)