Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

ગોંડલ સાર્ધ શતાબ્દી મહોત્સવ અંતર્ગત નિઃશુલ્ક તબીબી સેવાઓ

૫મી ફેબ્રુઆરી સુધી ૬૦ ડોકટરો, ૧૫ ફાર્માસિસ્ટ, ૧૦ આયોજક સેવકોની સેવા

ગોંડલઃ તસ્વીરમાં સાર્ધ શતાબ્દી મહોત્સવ અંતર્ગત નિઃશુલ્ક તબીબી સેવાઓ થતી નજરે પડે છે. (તસ્વીર : ભાવેશ ભોજાણી, ગોંડલ)

 ગોંડલ તા. ૧૬ : અક્ષરદેરી ઙ્ગસાર્ધશતાબ્દી મહોત્સવમાં સેવાઓનો સાગર ઉમટી પડ્યો છે. ગોંડલ ખાતે ચાલી રહેલ આ વિરાટ મહોત્સવમાં અનેક વિભાગમાં સેવાની વહેંચણી કરવામાં આવી છે. મહોત્સવમાં પધારેલ દરેક દર્શનાર્થીને આરોગ્ય બાબતે તકલીફ ન પડે એ બાબતને લક્ષમાં રાખી અહીં આરોગ્ય વિભાગની સ્થાપના કરવામાં આવી છે.

અહીં ચાલતા આરોગ્ય વિભાગની સેવા ગત ૩૦, નવેમ્બરથી જ ચાલુ થઈ ચુકી છે અને આગામી ૫, ફેબ્રુઆરી સુધી ચાલુ રહેશે. આ વિભાગમાં ૮ સંતોની આગેવાનીમાં ૬૦ ડોકટર, ૧૫ ફાર્માસિસ્ટ અને ૧૦ આયોજક સેવકો સેવા બજાવી રહ્યા છે. આ ભવ્ય મહોત્સવમાં કોઈપણ સ્થળે દર્શનાર્થીઓને તકલીફ ના પડે એ માટે વિવિધ સ્થળોએ જેવા કે સ્વયંસેવકોના ઉતારામાં, સ્વમિનારાયણ નગરમાં, રસોડામાં, મંદિર કેમ્પસમાં અલગ-અલગ સ્થળે સ્થિર દવાખાના તથા હરતાં-ફરતાં (mobile) દવાખાના પણ તબીબી સેવા આપી રહ્યાં છે.

આટલા મોટા જનસમૂહને ધ્યાનમાં રાખી અહીં વિવિધ પ્રકારની આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ છે જેવી કે ડ્રેસિંગરૂમ, ઈમરજન્સી, આઇ.સી.યુ. અને આકસ્મિક ટ્રીટમેન્ટ માટે પ્રાથમિક વ્યવસ્થા રાખવામાં આવી છે. સાથે સાથે આપતકાળમાં રાજકોટમાં પણ ડોકટરો સેવા માટે તેનાત છે. ઉલ્લેખનીય છે કે અક્ષરદેરી સાર્ધશતાબ્દી મહોત્સવ દરમિયાન તમામ માટે નિઃશુલ્ક નિદાન, સારવાર અને દવાઓ આપવામાં આવશે.

અહીં સેવા આપતાં ડો. કે. બી. પટેલે વધુમાંઙ્ગ જણાવ્યું કે 'રોગચાળાને લક્ષમાં રાખીને આયુર્વેદિક ઔષધીય ઉકાળો તૈયાર કરીને બધાને પીવડાવવામાં આવે છે. હાલમાં દરરોજની ૨૦૦થી વધારે ઓપીડી હોય છે. એકયુપ્રેશર, આયુર્વેદિક સારવાર તથા મસાજ દ્વારા પણ સારવાર માટે ડોકટરો ઉપસ્થિત છે. આ સાથે જ ઈમરજન્સી જેવી કે હૃદયરોગ, ફ્રેકચર, વાગવું જેવી on site ટ્રીટમેન્ટ માટે ૫ સુવિધાસજ્જ એમ્બ્યુલન્સ, ચાર નિષ્ણાત ડોકટરોનાં ગ્રુપ સહિત ૨૦ ડોકટરો તેમની ટીમ સાથે તેનાત ઊભા છે.'

આમ અહીં સમાજસેવા માટે ડોકટરોનું સમર્પણ પણ અદ્બુત છે. તેઓએ પોતાના દવાખાનાનું ઙ્ગમટીરીયલ, સાધનો તથા દવાઓ ઙ્ગપણ ઉત્સવ માટે દાનમાં આપ્યાં છે.

અક્ષરદેરી સાર્ધ શતાબ્દી મહોત્સવના મધ્યવર્તી વિચારમાં આધ્યાત્મિક વિકાસ તથા ઙ્ગસામાજિક વિકાસ સાથે-સાથે સમાજસેવાનો પણ ઉદ્દેશ રહેલો છે. સમાજસેવાના હેતુથી અહીં ઉત્સવના દિવસોમાં ૨૦મી જાન્યુઆરીથી ૩૦મી જાન્યુઆરી દરમિયાન બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન થયેલ છે. જેમાં સંતો, સેવાભાવી હરિભકતો તથા દર્શનાર્થીઓને ઉત્સવની સ્મૃતિ બની રહે તે માટે સ્વૈચ્છિક રકતદાન કરશે. રકતદાનનો સમય સવારે ૯.૦૦થી રાત્રે ૯.૦૦ સુધીનો રહેશે. અહીં બ્લડ ડોનેશનમાં પ્રાપ્ત બ્લડ સમાજના પીડિત જરૂરિયાતમંદ માટે ઉપયોગમાં લેવાશે.

આરોગ્ય વિભાગમાં સેવા આપતા સંત પૂજય વેદનયન સ્વામીએ કરમસદ મેડીકલ કોલેજમાંથી MBBS કરેલ છે. તેઓ હાલ અહીં આરોગ્ય વિભાગમાં સેવા આપી રહ્યા છે. તેઓએ સ્વાનુભવમાં જણાવ્યું કે, 'ભગવાનના ભકતોની સેવા મોટા ભાગ્યવાળાને મળે છે. આજે મહંત સ્વામી મહારાજે તમામ હરિભકતો-દર્શનાર્થીઓના સ્વાસ્થ્યના જતનની જવાબદારી અમને સોપી છે એ અમારું મહાભાગ્ય છે.'

(10:02 am IST)