Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

સાવરકુંડલા નુરાની ગ્રુપ દ્વારા સમૂહલગ્ન

સુફી સંત અલ્હાજ સરકાર સૈયદ દાદાબાપુની દુઆ અને તેમના અધ્યક્ષસ્થાને નુરાની ગ્રુપ દ્વારા  પ્રથમ સમૂહ શાદીના નુરાની કાર્યક્રમમાં અમરેલીના સાંસદ નારણભાઇ કાછડીયાએ પોતાના પ્રવચનમાં જણાવેલ હતુ કે, સમૂહ શાદીનું કાર્ય એ સમાજ માટે ઘણુ લાભદાયક છે. ખોટા ખર્ચાઓને તિલાંજલી આપવાનું છે. આજે મુસ્લિમ સમાજમાં ઘણા શુભ કાર્ય થઇ રહ્યા છે અને આ સમૂહલગ્નના આયોજકોને ખુબ-ખુબ અભિનંદન પાઠવેલ હતા. આ પ્રસંગે સાવરકુંડલા લીલીયા વિસ્તારના ધારાસભ્ય પ્રતાપભાઇ દુધાતે જણાવેલ હતુ કે આ સમૂહલગ્નમાં જોડાયેલા દુલ્હા-દુલ્હનોના વાલીઓ તમારા બધેલ પૈસા તમારા બાળકોના શિક્ષણ પાછળ વાપરશો. જો બાળક શિક્ષક હશે તો તમારા પરિવાર પ્રગતિ સાધશે અને સમાજની સામાજીક પ્રગતિ કરવા આવા સમૂહલગ્ન જેવા કાર્ય કરતા રહેવા પડશે તેમ કહી અંતમાં દુલ્હા-દુલ્હનોને આર્શીવાદ પાઠવેલ હતા. આ પ્રસંગે ખાસ ઉપસ્થિત અને દુઆગીર પીરસૈયદ દાદાબાપુ અને ભાવનગરવાળા પીર સૈયદ બસીરબાપુનું સાફો બાંધી સન્માન કરેલ હતુ તેમજ મુનીરબાપુ, અબ્દુલ કાદરબાપુ વિગેરે સાટાને કિરામ ઉલ્માએ કિરામ તેમજ હસુભાઇ સુચક સુન્ની મુસ્લિમ જમાતના પ્રમુખ ઇરફાન કુરેશી, નગરપાલિકાના ઉપપ્રમુખ નાસીર ચૌહાણ, ઇકબાલ ગોરી, હિતેષભાઇ સરૈયા, ફારૂકભાઇ કાદરી, લાલાભાઇ ભરવાડ, જગદીશભાઇ ઠાકોર, કેશુભાઇ વાઘેલા, શરદભાઇ પંડયા, મનુભાઇ ડાયરા વિગેરે રાજકીય અને સામાજીક આગેવાનોનું સન્માન હતુ. સફળ બનાવવા મુસ્તાક આલીયાણી રાજેભાઇ ચૌહાણ, શબ્બીર પઠાણ, તકદીર પાન આદિલ ચૌહાણ, મહંમદઅલી મેમણ, અકરમ ચૌહાણ, અનવરચાંદ મુસ્તાક ચૌહાણ, ગુલમહંમદ ચૌહાણ, ઇકબાલ ચૌહાણ, અજાઝ શેખ, અકરમ પરમાર, શાહરૂખ પઠાણ, બસીર જાદવ, આરીફ આલીયાણી, સીરાજ શેખ વિગેરે યુવાનોએ રાત-દિવસ તનતોડ જહેમત ઉઠાવી હતી. સંચાલન હાફીઝ સાદીકે કર્યુ હતુ.(૩-૧)

(9:57 am IST)