Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

મોરબી પાલિકાના સફાઇ કર્મચારીઓની હડતાલઃ રેલી - આવેદન

મોરબી તા. ૧૬ : નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ પગારવધારો તેમજ અન્ય લાભોની માંગ સાથે છેલ્લા ૧૦ દિવસથી હડતાલ પર ઉતર્યા છે ત્યારે રેલી યોજી મામલતદારને આવેદન પાઠવ્યું હતું.

કોન્ટ્રાકટ બેઝ ફરજ બજાવતા સફાઈ કર્મચારીઓ છેલ્લા ૧૦ દિવસથી હડતાલ કરીને કામકાજથી અળગા રહ્યા છે છતાં તેના પ્રશ્નોનું નિરાકરણ નહિ આવતા રેલી યોજી મામલતદારને આવેદન પાઠવ્યું હતું. સફાઈ કર્મચારીઓને ૨૩૦ રૂપિયા રોજમાં કોન્ટ્રાકટ બેઝથી કામે રખાય છે જેનો વિરોધ કરીને સફાઈ કર્મચારીઓને પાલિકાના કર્મચારીઓની માફક વેતન મળે, પીએફ સહિતના લાભો મળે તેવી માંગ સાથે હડતાલ કરી રહ્યા છે.

જેમાં રેલી યોજીને આવેદન પાઠવ્યું હતું તો સફાઈ કર્મચારીઓની રેલી મામલે પાલિકા ઉપપ્રમુખ વિપક્ષ પર પ્રહારો કરી જણાવે છે કે આંદોલન રાજકીય પ્રેરિત છે. કર્મચારીઓના પગારવધારાના પ્રશ્ન ઉકેલવા તૈયાર છે પરંતુ રાજકીય પ્રેરણાથી આંદોલન ચાલુ રાખવામાં આવી રહ્યું છે. જયારે સફાઈ કર્મચારીઓ પોતાની માંગ પર અડગ છે અને રેલી યોજી આવેદન પાઠવ્યું હતું.

(9:53 am IST)