Gujarati News

Gujarati News

News of Saturday, 16th December 2017

સૌરાષ્ટ્ર-કચ્છમાં ભાજપ છવાશે કે કોંગ્રેસ? સોમવારે ફેંસલો

પ૪ બેઠકોની સવારે મતગણતરી બપોર સુધીમાં ચિત્ર સ્પષ્ટઃ મતગણતરી કેન્દ્રો આસપાસ ચુસ્ત પોલીસ બંદોબસ્ત

રાજકોટ તા.૧૬: તા.૯ને શનીવારે ગુજરાત વિધાનસભાની પ્રથમ તબકકાની રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છની ૫૪ બેઠકો માટે મતદાન યોજવામાં આવ્યા બાદ તા.૧૮ને સોમવારે મતગણતરી હાથ ધરવામાં આવશે. અને બપોર સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઇ જશે.

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છની પ૪ બેઠકમાં કોણ જીતશે? તે પ્રશ્નની ભારે ચર્ચા થઇ રહી છે અને લોકોમાં ઉત્તેજના છે.

સોમવારે કચ્છની અબડાસા, માંડવી, ભુજ,અંજાર,  ગાંધીધામ, રાપર, સુરેન્દ્રનગર જીલ્લાની દસાડા, લીંબડી, વઢવાણ, ચોટીલા ધ્રાંગધ્રા  બેઠક ઉપરની મત ગણતરી થશે.

આ ઉપરાંત મોરબી જીલ્લાની મોરબી,ટંકારા,વાંકાનેર, રાજકોટ જીલ્લાની રાજકોટ પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ અને ગ્રામ્ય, જસદણ, ગોંડલ, જેતપુર, ધોરાજી બેઠકની મતગણતરી હાથ ધરવામાં આવશે.

જયારે જામનગર જીલ્લાની કાલાવડ, જામનગર ગ્રામ્ય, ઉત્તર, દક્ષિણ, અને જામજોધપુર બેઠક ઉપર મત ગણતરી હાથ ધરશે. જયારે દેવભુમી દ્વારકા જીલ્લાની ખંભાળીયા અને દ્વારકા પોરબંદર જીલ્લાની પોરબંદર, કુતિયાણા બેઠક ઉપર મતગણતરી સવારથી હાથ ધરાશે.

જુનાગઢ જીલ્લાની માણાવદર,જુનાગઢ, વિસાવદર, કેશોદ, માંગરોળ, ગીર સોમનાથ જીલ્લાની સોમનાથ, તાલાલા, કોડીનાર, ઉના બેઠક ઉપરની, અમરેલી જીલ્લાની ધારી, અમરેલી, લાઠી, સાવરકુંડલા, રાજુલા બેઠક ઉપરની મતગણતરી હાથ ધરીને પરિણામ જાહેર કરાશે.

ભાવનગર જીલ્લાની મહુવા, તળાજા, ગારીયાધાર, પાલીતાણા, ભાવનગર-ગ્રામ્ય, પૂર્વ અને પિશ્ચમ તથા બોટાદ જીલ્લાની ગઢડા અને બોટાદ બેઠક માટે મતગણતરી હાથ ધરાશે.

જુનાગઢ

જૂનાગઢઃ જૂનાગઢ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકોની મતગણતરી આગામી તારીખ ૧૮-ડિસેમ્બર-૨૦૧૭ના રોજ સવારેથી કૃષિ યુનિવર્સિટી કેમ્પસ સ્થિત કૃષિ ઇજનેરી અને ટેકનોલોજી કોલેજ ખાતે થશે. આ દિવસે કાયદો વ્યવસ્થા તેમજ જાહેર સુલેહશાંતિ જાળવવા શારૂ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી પી.વી.અંતાણીએ એક જાહેરનામું પ્રસિધ્ધ કરી ચાર કે તેથી વધુ વ્યકિતને એકઠા થવું નહીં, જાહેર સુલેહશાંતિ જોખમાય તેવા કૃત્યો ના કરવા, અને કોઇપણ વ્યકિતને મતગણતરી મથકમાં મોબાઇલ ફોન, કોર્ડલેસ ફોન, કોર્ડલેસ ફોન, વાયરલેસ સેટ કે સંદેશા વ્યવહારના અન્ય કોઇ ઉપકરણો લઇ જઇ શકશે નહીં, ચૂંટણીપંચે નિયત કરેલ ફોટો સહિતના અધિકૃત ઓળખપત્ર ધરાવતી વ્યકિત જ પ્રવેશપાત્ર રહેશે. મતગણતરી ખંડની અંદર અધિકૃત અધિકારીશ્રીએ જેમને અધિકૃત કરી ઓળખપત્ર આપેલ છે તે સિવાયની કોઇપણ વ્યકિતએ પ્રવેશવુ નહિ આ પ્રતિબંધ જે માણસ સરકારી નોકરીમાં અથવા ચૂંટણી કામગીરીની ફરજ પર હોય અને ચૂંટણી પંચની તત્કાલીન આદેશાનુસાર અધકિૃત કરાયેલ હોય તેમને લાગુ પડશે નહિ. ભારતનાં ચૂંટણીપંચ તરફથી મંજુરી આપવામાં આવેલ હોય, એક્રેડીશન કાર્ડ ધરાવતા હોય તેમજ સક્ષમ સતતાધિકારીએ મતગણતરી કેન્દ્રમાં જવા પરવાનગી આપેલ હોય તેવા પત્રકારશ્રઈઓને મતગણતરી કેન્દ્રના ફકત મીડીયા સેન્ટર સુધી જ મોબાઇલ ફોન લઇ જવા છુટ રહેશે. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંધન કરનાર ભારતના ફોજદારી અધિનિયમની કમલ-૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર થશે. આ હુકમ તારીખ ૧૭-ડિસેં.૨૦૧૭ના રાત્રીના ૧૨ થી તારીખ ૧૮-૧૨-૨૦૧૭ના રોજ મત ગણતરી પૂર્ણ ન થાય ત્યાં સુધી અમલમાં રહેશે.

ગીર સોમનાથ

ગીર સોમનાથઃ ગીર સોમનાથ જિલ્લાની ચાર વિધાનસભા બેઠકોની મતગણતરી એન.જે.સોનેચા કોલેજમાં, ચાંડુવાવ હાઇવે ટોલનાકા પાસે તા.૧૮-૧૨-૨૦૧૭ના રોજ સવારે ૮ કલાક થી શરૂ કરાશે. અહિ કડક સુરક્ષા વ્યવસ્થા હાલ ગોઠવવામાં આવી છે. એસ.એસ.બી, બોર્ડર વીંગ અને પોલીસ જવાનો દ્વારા ચોવીસ કલાક ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવેલ છે.

૯૦-સોમનાથ બેઠકના ૨૫૯ મતદાન મથક હોય એક સાથે ૧૪ ટેબલ પર ગણતરી થતા ૧૮.૫ રાઉન્ડ થશે, ૯૧-તાલાળા બેઠકના ૨૫૭ મતદાન મથક હોય ૧૮.૩ રાઉન્ડ થશે, ૯૨-કોડીનાર બેઠકના ૨૬૦ મતદાન મથક છે આથી ૧૮.૫ રાઉન્ડ થશે. જયારે ૯૩-ઉના બેઠકના ૨૭૪ મતદાન મથક હોય ૧૯.૫ રાઉન્ડ થશે. દરેક ટેબલ પર પટાવાળા સાથે ચાર કર્મચારી મત ગણતરી કામગીરી સંભાળશે. ઉપરાંત કોમ્પ્યુટર કામગીરી તથા મદદ માટે એમ કુલ ૩૦૦ જેટલા અધિકારીઓ-કર્મચારીઓ ૧૦૫૦ મતદાન પર ઇ.વી.એમ.માં પડેલા મતોની મતગણતરી કરશે. ગીર સોમનાથ જિલ્લાની ચાર વિધાનસભા બેઠકના કુલ મતદારો ૮૮૩૫૧૨ પૈકી ૬૦૬૨૦૯ મતદારોએ તેમના મત્તાધિકારનો ઉપયોગ કરી પવિત્ર ફરજ નિભાવી હતી.

જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અજયપ્રકાશના માર્ગદર્શન તળે નાયબ જિલ્લા ચુંટણી અધિકારી આર.આર.ગોહીલ,૯૦-સોમનાથના ચૂંટણી અધિકાર શ્રી પ્રદિપસિંહ રાઠોડ, ૯૧-તાલાળાનાં ચૂંટણી અધિકારી ભાવનાબા ઝાલા, ૯૨-કોડીનારના ચૂંટણી અધિકારી શ્રીમતી એસ.ડી.પટેલ, ૯૩-ઉનાના ચૂંટણી અધિકારી શ્રી મહેન્દ્ર પ્રજાપતી, નાયબ કલેકટરશ્રી ભાવેષ ખેટ ચૂંટણી નાયબ મામલતદાર ડોડીયા, શ્રી સીસોદીયા, શ્રી મનનભાઇ ઠુંમર સહિત જિલ્લા ચૂંટણી તંત્રના અધિકારી/કર્મચારીઓ મત ગણતરીની સુચારૂ વ્યવસ્થા માટે કાર્યરત છે.

ખંભાળીયા

ખંભાળીયા : દેવભૂમિ જિલ્લામાં મતદાન મથકો તથા ખંભાળીયા-દ્વારકાના ૩ર૭ અને ૩૧૬ એમ મતદાન બુથોમાંથી કડક ચેકીંગ અને સુરક્ષા હેઠળ લાવવામાં આવેલા ઇ. પી. એમ. મશીનો મત પેટીઓની કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઇ છે.

ર૪ * ૭ કલાક ત્રણ તબકકામાં વ્યવસ્થા સિકયોરીટીની ગોઠવાઇ છે. પ્રથમ તબકકામાં જયાં મતદાન પેટીઓ રાખવામાં આવી છે તે હોલની ફરતે ર૪ કલાક ૩૦-૩૦ હથીયાર ધારી જવાનોનો ચુસ્ત બંદોબસ્ત રાખવા માટે ૯૦ જવાનો રાખવામાં આવ્યા છે.

આ જવાનોની સલામતી વ્યવસ્થાથી ૧૦૦ મીટરના અંતરે એસ. આર. પી.ના જવાનોનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તથા તેનાથી આગળ કલેકટર કચેરીના ગેઇટ પર સ્ટેટ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે તથા આ ચુસ્ત બંદોબસ્તનું સીસી ટીવી પર જીવંત પ્રસારણ કોઇપણ રાજકીય પક્ષ જોઇ શકે તે રીતે મેઇન ગેઇટ પ રાખવામાં આવ્યું છે.

દેવભૂમિ દ્વારકાની કલેકટર કચેરી જિલ્લા સેવા સદનની બાજુમાં આવેલા જિ. પં.ના નવા બિલ્ડીંગમાં આ મત ગણતરી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

ભાવનગર

ભાવનગર : વિધાનસભાની સામાન્ય ચૂંટણી-ર૦૧૭ ની મતગણતરી આગામી તા. ૧૮ ના સરકારી ઇજનેરી કોલેજ બિલ્ડીંગ સર ભાવસિંહજી પોલીટેકનીક ઇન્સ્ટીટયુટ પાસે, વિદ્યાનગર, ભાવનગર ખાતે હાથ ધરવામાં આવનાર છે. તે દરમિયાન આ મત ગણતરીના સ્થળની આજુબાજુના વિસ્તારમાં ટ્રાફીકની વ્યવસ્થા જળવાઇ રહે અને કોઇ અનિચ્છનીય બનાવ બને નહી તે માટે જાહેર હીતમાં ગુજરાત પોલીસ અધિનીયમ-૧૯પ૧ ની કલમ-૩૩(૧) (બી) અન્વયે મને મળેલ અધિકારની રૂઇએ હું ઉમેશ વ્યાસ, (જી. એ. એસ.), અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, ભાવનગર જિલ્લો, ભાવનગર આથી ફરમાવુ છું કે, આગામી તા. ૧૮-૧ર-ર૦૧૭ ના રોજ સવારનાં  પ કલાકથી મત ગણતરીની કામગીરી પુર્ણ ન થાય ત્યાં સુધી નીચે જણાવેલ રસ્તાઓમાં કોઇપણ વ્યકિતએ વાહન સાથે (તમામ પ્રકારના વાહન) પ્રવેશ કરવો નહી તેમજ સદરહું પ્રતિબંધિત વિસ્તારમાં વાહન પાર્કીંગ કરવા નહીં.

સૌરાષ્ટ્રમાં કયાં મતગણતરી

રાજકોટ - સરકારી એન્જિનીયરીંગ કોલેજ,કણકોટ.

જૂનાગઢ - કૃષિ યુનિવર્સિટી ઇજનેરી કોલેજ.

જામનગર- હરિયા કોલેજ, ઇન્દીરા માર્ગ.

સુરેન્દ્રનગર- એમપી શાહ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ.

દ્વારકા- શારદાપીઠ કોલેજ.

મોરબી- આઇટીઆઇ, મહેન્દ્રનગર.

ગીરસોમનાથ- એન.જે.સોનેચા કોલેજ, બાયપાસ.

અમરેલી - પ્રતાપરાય આર્ટસ કોલેજ.

પોરબંદર - માધવાણી કોલેજ.

ભાવનગર -પોલીટેકનીકલ કોલેજ

કચ્છ -ભુજ એન્જીનીયરીંગ કોલેજ

બોટાદ -સરકારી એન્જીનીયરીંગ કોલેજ

કયા - કયા ઉમેદવારોનું ભાવિ ખુલશે

(11:31 am IST)