Gujarati News

Gujarati News

News of Saturday, 16th October 2021

મોરબી જીલ્લા પંચાયત ખાતે મંત્રી બ્રિજેશ મેરજાના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ.

મોરબી જિલ્લા પંચાયત ખાતે શ્રમ રોજગાર, પંચાયત (સ્વતંત્ર હવાલો) ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણ રાજયમંત્રી બ્રિજેશભાઈ મેરજાના અધ્યક્ષસ્થાને મોરબી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત વિસ્તારના કામો અંગેની સમીક્ષા બેઠક જિલ્લા પંચાયતના સભાખંડમાં યોજાઈ હતી.
આ બેઠકમાં મંત્રી  બ્રિજેશભાઈ મેરજાએ ૧૫ મા નાણપંચની ગ્રાન્ટનો ઉપયોગ ગામડાના વિકાસ માટે વપરાય તેના માટે અધિકારીઓ અને પદાધિકારીઓ સંકલનમાં રહી કામ થાય તે જોવા તાકીદ કરી હતી. વધુમાં મંત્રીએ વતન પ્રેમ યોજના અંગે સીરામીક ઉદ્યોગકારો પોતાના ગામના વિકાસ માટે આગળ આવીને તે સહભાગી બને માટે પદાધિકારીઓ અને અધિકારીઓ ઉદ્યોગકારોના સંપર્કમાં રહેવા જણાવ્યું હતું.
આ બેઠકમાં એસ.એ.વાય-૧, એસ.એ.વાય-૨, રૂર્બન યોજના, ૧૦૦ ચોરસ વાર પ્લોટ ફાળવણી, ગામતળ નીમ કરવા, ગ્રામપંચાયત, તાલુકા પંચાયતના મકાનો રીપેરીંગ કરવા, પંચવટી યોજના અંગેના કામોની જિલ્લા પંચાયતના શાખાના વડાઓ સાથે વિસ્તૃત ચર્ચા કરી કામોની સમીક્ષા કરી હતી.
આ બેઠકમાં જિલ્લા વિવિધ પંચાયતના પ્રમુખ ચંદુભાઈ શિહોરા, જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, જિલ્લા પંચાયતની વિવિધ સમિતિના ચેરમેન, જિલ્લા ભાજપ મહામંત્રીઓ, જયરાજસિંહ જાડેજા, રણછોડભાઈ દલવાડી, જેસંગભાઈ હુંબલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક મિતાબેન જોષી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ઈલાબેન ગોહિલ સહિત જિલ્લા પંચાયતની દરેક શાખા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(12:17 am IST)