Gujarati News

Gujarati News

News of Saturday, 16th October 2021

ટંકારા પોલીસે બોલેરો કારમાંથી ૪૮૦ બોટલ ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપ્યો

બોલેરો કારના ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ ચલાવી

મોરબી : ટંકારા પોલીસ ટીમે બોલેરો ગાડીમાંથી ઈંગ્લીશ દારૂની ૪૮૦ બોટલ સહીત ૩.૫૦ લાખનો મુદામાલ ઝડપી લીધો છે તો બોલેરો કારના ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે
જીલ્લા એસપી એસ આર ઓડેદરા અને ડીવાયએસપી રાધિકા ભારાઈના માર્ગદર્શન હેઠળ ટંકારા પોલીસ ટીમ પેટ્રોલીગમાં હોય દરમીયાન બાતમીને આધારે બોલેરો ગાડી જીજે ૦૭ વાયઝેડ ૨૫૩૬ માંથી પોલીસે ઈંગ્લીશ દારૂની વિવિધ બ્રાંડની ૪૮૦ બોટલ કીમત રૂ ૧,૫૦,૦૦૦ મળી આવતા દારૂનો જથ્થો અને બોલેરો સહીત કુલ રૂ ૩,૫૦,૦૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે અને બોલેરો કારના ચાલક વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે
જે કામગીરીમાં ટંકારા પીએસઆઈ બી ડી પરમારની ટીમના ઇમ્તિયાજ જામ, મુકેશભાઈ ચાવડા, હિતેશભાઈ ચાવડા, ખાલીદખાન રફીકખાન, સિદ્ધરાજસિંહ અર્જુનસિંહ સહિતની ટીમ જોડાયેલ હતી.

(10:25 pm IST)