Gujarati News

Gujarati News

News of Saturday, 16th October 2021

કચ્છ યુવક સંઘના અગ્રણી કોમલ છેડાની કારનો અકસ્માત, પત્ની તારાબેનનું દુઃખદ અવસાન

કચ્છના ગુંદાલા(મુન્દ્રા) પાસે થયેલા અકસ્માતમાં કોમલભાઈ ઇજાગ્રસ્ત, સારવાર દરમ્યાન તબિયત સુધારા ઉપર

ભુજ:::કચ્છના મુન્દ્રા તા.ના ગુંદાલા ભોરારા વચ્ચે કચ્છ યુવક સંઘના સ્થાપક પ્રમુખ અને કચ્છી જૈન સમાજના અગ્રણી કોમલ છેડાની કારને આજે સાંજે અકસ્માત નડ્યો હતો. આ માર્ગ અકસ્માતમાં તેમના પત્ની તારાબેન કોમલ છેડાનું દુઃખદ અવસાન થયું છે, જ્યારે કોમલભાઈ છેડા ઘાયલ થતાં તેમને મુન્દ્રા સ્થિત અદાણી હોસ્પિટલ મધ્યે દાખલ કરાયા છે. જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

      મળતી માહિતી મુજબ કોમલભાઇ છેડા અને તેમના પત્ની તારાબેન કોમલ છેડા રતાડિયાથી બિદડા કારમાં જઈ રહ્યા હતા. ત્યારે અજાણ્યા વાહનની ટક્કર ના કારણે અકસ્માત સર્જાતા તેમના પત્ની તારાબેન છેડાનું દુઃખદ અવસાન થયું છે. જ્યારે કોમલ ભાઈ ઘાયલ થયા હોઈ તેમને સારવાર માટે મુન્દ્રા અદાણી હોસ્પિટલ મધ્યે દાખલ કરાયા છે. જ્યાં તેમની તબિયત સુધારા ઉપર હોવાનું જાણવા મળી રહ્યું છે.

(8:11 pm IST)