Gujarati News

Gujarati News

News of Saturday, 16th October 2021

જૂનાગઢ ગિરનારની ટોચ ઉપર બીરાજમાન જગત જનની માં અંબેનાં દરબારમાં નૃત્ય રૂપી આરાધનાઃ

જૂનાગઢ : નવરાત્રી માતાની આરાધનાનું પર્વ, ગિરિનારની ગોદમાં બિરાજતા માતા અંબાજી કે જ્યાં સતી માતાનું ઉદર બિરાજે છે. આ અંબાજી માતાના સાનિધ્યમાં 'સુર સંગીત' વિદ્યાલયની કિલ્મ ઠાકર અને ધ્રુવી દોશી દ્વારા માતા સમક્ષ મહિષાસુર મર્દની. આદિયોગી, દેવી સ્તુતી અને મહાદેવજીની સ્તુતિ અર્પણ કરાવવામાં આવી હતી. આ સંપૂર્ણ સ્તુતિનું આયોજન શ્રીમતી સીમાબેન પુરોહિત દ્વારા કરાવવામાં આવ્યું હતું. (અહેવાલઃ વિનુ જોશી, તસ્વીરઃ મુકેશ વાઘેલા-જૂનાગઢ) 

(1:11 pm IST)