Gujarati News

Gujarati News

News of Saturday, 16th October 2021

વિસાવદરમાં ઝડપાયેલ અસામાજીક તત્વો સામે ફરીયાદ કરવા અપીલ

 (વિનુ જોષી દ્વારા) જુનાગઢઃ તા.૧૬, તાજેતરમાં વિસાવદર ખાતે થયેલ માથાકૂટ બાબતે ગુજસીટોકના ગુન્હામાં ધરપકડ કરવામાં આવેલ આરોપીઓ (૧) નાસીર રહીમભાઈ મહેતર ઘાંચી રહે. મકરાણી પરા, કોર્ટની પાછળ, વિસાવદર જી. જૂનાગઢ, (૨) ઈમ્તિયાઝ ઉર્ફ પોપટ જાવીદભાઈ બ્લોચ મકરાણી રહે. હનુમાન પરા શેરી ન. ૦૧, વિસાવદર જી. જૂનાગઢ, (૩) અમિત ઉર્ફે ભૂરો યુનુસભાઈ સમાં ગામેતી રહે. ખોડિયાર પરા, વિસાવદર જી. જૂનાગઢ, (૪) કૌશિક ઉર્ફે કપિલ દુલાભાઈ ઉર્ફે દુર્લભભાઈ દાફડા અનુજાતી રહે. દલિતવાસ, જુના બસ સ્ટેન્ડ પાસે, વિસાવદર જી.જૂનાગઢ તથા (૫) અકિલ ઉર્ફે ટોની ફિરોઝભાઈ સીડા ગામેતી રહે. ખ્વાજા નગર, ખામ ધ્રોલ રોડ, જૂનાગર્ઢં ને રાજકોટની સ્પેશિયલ કોર્ટ દ્વારા અગિયાર (૧૧) દિવસના પોલીસ રિમાન્ડ ઉપર સોંપવાનો હુકમ કરવામાં આવેલ છે.....ં

 આ ગુજસીટોક કાયદા હેઠળ નોંધાયેલ ફરિયાદની તપાસનો ધમધમાટ જૂનાગઢ પોલીસ દ્વારા હાથ ધરી, જૂનાગઢ જિલ્લા પોલીસ વડા શ્રી રવી તેજા વાસમ શેટ્ટી દ્વારા આપવામાં આવેલ સૂચના અને માર્ગદર્શન હેઠળ જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા દ્વારા આ ગુન્હામાં ધરપકડ કરવામાં આવેલ પાંચેય આરોપીઓને ભૂતકાળમાં ફરિયાદમાં દર્શાવેલ ગુન્હાઓ સિવાય જૂનાગઢ જિલ્લા કે અન્ય બીજા કોઈ જિલ્લામાં કોઈ ગુન્હામાં પકડાયેલ છે કે કેમ..? તે બાબતે પકડાયેલ પાંચેય આરોપીઓની જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા, વિસાવદર પીઆઇ એન.આર.પટેલ, એ.એસ.આઈ. સંજયદાન ગઢવી, શૈલેષભાઇ, અવિનાશભાઈ, સહિતની સ્પેશિયલ ટીમ દ્વારા વધુ પૂછપરછ હાથ ધરવામાં આવતા, આજથી બે ત્રણ વર્ષ પહેલા આરોપીઓ નાસીર રહીમભાઈ મહેતર અને આરોપી ઈમ્તિયાઝ ઉર્ફે પોપટ જાવીદભાઈ મકરાણી, અમરેલી જિલ્લાના ધારી પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબિશનના ગુન્હામાં તેમજ આરોપી  ઈમ્તિયાઝ ઉર્ફે પોપટ જાવીદભાઈ મકરાણી, અમરેલી જિલ્લાના સાવરકુંડલા પોલીસ સ્ટેશન ખાતે હનીટ્રેપના ગુન્હામાં પકડાયેલ હોવાની કબૂલાત કરવામાં આવેલ છે. આમ, પોલીસ રિમાન્ડ દરમિયાન પૂછપરછ કરવામાં આવતા, બે આરોપીઓ વિરુદ્ધ વધુ ત્રણ ગુન્હાઓમાં પકડાયેલ હોવાનું જાણવા મળતા, પોલીસ દ્વારા પૂછપરછ ધરી, વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે....ં

આ ગેંગના તમામ આરોપીઓની ગુજસિકોટના ગુન્હામાં ધરપકડ કરી, અગિયાર (૧૧) દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ ઉપર મેળવવામાં આવેલ છે, ત્યારે આ ગેંગનો ભોગ ઘણા લોકો બન્યા છે, પરંતુ જાહેરમાં ફરિયાદ કે નિવેદન લખાવાવા આવતા નથી, ત્યારે જૂનાગઢ જિલ્લા ર્ંપોલીસ વડા શ્રી રવી તેજા વાસમ શેર્ટ્ટીં ના માર્ગદર્શન હેઠળ, જૂનાગઢ પોલીસ દ્વારા આ ગેંગ વિરુદ્ધ સઘન પૂછપરછ હાથ ધરી, કડક કાર્યવાહી કરવામાં આવેલ છે. 

(1:10 pm IST)