Gujarati News

Gujarati News

News of Saturday, 16th October 2021

જુનાગઢમાં કલા સાધકો દ્વારા દશેરાના પર્વ નિમિત્તે સંગીત વાદ્યોનું પૂજન

જૂનાગઢઃ સ્થિત સપ્તક સંગીત વિદ્યાલય ખાતે સંગીતસેવી કલા સાધકો આ દિવસે એમના વિવિધ વાદ્યોનું પૂજન કરતા હોય છે, આ પરંપરાને જાણીતા સંગીત ગુરુ અને સંગીતકાર વિપુલ ત્રિવેદી દ્વારા સંચાલિત સપ્તક સંગીત વિદ્યાલય ખાતે વિદ્યાર્થીઓ અને મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ માં સંગીત વાદ્યો તાનપુરા, તબલા, બાંસુરી, સ્વરમંડળ, હાર્મોનિયમ, પખવાજ, વાયોલિન, નોબત જેવા વિવિધ વાધ્યોનું પૂજન થયું, પૂજનમાં કલા સાધક સર્વ શ્રી વિપુલ ત્રિવેદી, ચિંતન લાઠીગરા , ગૌરવ ભટ્ટી , એસ. એન. વખારિયા, શુભમ દવે, દર્પિત દવે, ધ્વનિત ત્રિવેદી, રજનીકાંત ભટ્ટ, અવધ પટેલ, પાર્થ હિંડોચા, આદિત્ય ત્રિવેદી, હાર્દિક ભૂવા સહિત વિદ્યાલયનાં તાલીમાર્થીઓ જોડાયા હતા.

(1:05 pm IST)