Gujarati News

Gujarati News

News of Saturday, 16th October 2021

ગોંડલ તાલુકા શહેર રાજપૂત સમાજ દ્વારા વિજયાદશમી નિમિત્તે શસ્ત્રપૂજન

ગોંડલઃ દશેરાના પાવન દિવસે ગોંડલ તાલુકા શહેર રાજપૂત યુવક મંડળ ટ્રસ્ટ દ્રારા રાજપૂત સમાજ ભવન, ગોંડલ ખાતે શુભમુહૂર્ત શાસ્ત્રો વિધિથી શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતુ. વેદોમાં આપેલ વર્ણન અનુસાર દશેરા ક્ષત્રીય સમાજના મુખ્ય તહેવાર માનવામાં આવે છે. ક્ષત્રિયોના નેતૃત્વમાં હિન્દૂ ધર્મે કરેલ યુદ્ઘના વિજયરૂપે આ તહેવાર સમગ્ર ભારતમાં ધામધૂમ પૂર્વક ઉજવાય છે. સાંસ્કૃતિક વારસાનું જતન કરવાના હેતુથી દશેરા નિમિત્ત્।ે તલવારબાજી સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવેલ હતું. જેમાં પ્રથમ, દ્રીતીય, તૃતીય આવનાર સ્પર્ધકોને સન્માનિત કરી પ્રમાણપત્ર અર્પણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે કુમાર જયોતિર્મયસિંહજી જાડેજા - હવા મહેલ ગોંડલ, ધારાસભ્યના પ્રતિનિધિ ગણેશભાઈ (જયોતિરાદીત્યસિંહ જાડેજા) કારોબારી ચેરમેન ઋષિરાજસિંહ જાડેજા તથા રાજપૂત સમાજની તમામ સંસ્થાના પ્રતિનિધિઓ તથા યુવાનોએ હાજરી આપી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે યુવક મંડળનાં પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા પ્રમુખ, મંત્રી બ્રિજરાજસિંહ વાઘેલા તેમજ યુવક મંડળના કારોબારી સભ્યોએ જહેમત ઉઠાવી હતી. (તસવીર-અહેવાલઃ જીતેન્દ્ર આચાર્યઃ ગોંડલ)

(12:19 pm IST)