-
જોરદાર ! રણવીરસિંહ જમ્યો ૨૭ વાનગીથી ભરપૂર ગુજરાતી થાળી access_time 3:08 pm IST
-
કાર્તિક આર્યન અને કિયારા અડવાણીએ માણી અમદાવાદની મહેમાનગતિઃ કેરીના રસની ઉડાવી જયાફત access_time 3:58 pm IST
-
લ્યો બોલો... જયેશભાઇ જોરદાર નહિ નબળા રહ્યાં: માત્ર ટેલર જ હતું ‘જોરદાર': નબળી વાતો access_time 3:50 pm IST
-
બે વખત વડાપ્રધાન બનવું પૂરતું નથી, હું બીજી ધાતુથી બનેલો છું : પીએમ access_time 10:15 am IST
-
બજારમાં આવ્યું જબરદસ્ત સ્પીડવાળું નવું રાઉટર access_time 6:14 pm IST
-
વસીમ જાફરની ભવિષ્યવાણી : ગુજરાત ટાઇટન્સ સાથે મળીને આ 3 ટીમો પ્લેઓફમાં પહોંચશે access_time 6:20 pm IST
વાંકાનેર યાર્ડની ચૂંટણી જાહેર થતા જ રાજકીય-સહકારી ક્ષેત્રે ગરમાવો

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર,તા. ૧૬ : વાંકાનેર તાલુકા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (માર્કેટીંગ યાર્ડ)ની ચૂંટણી આગામી તા. ૧૧/૧/૨૦૨૨ ના રોજ મતદાન યોજાશે.
જેમાં ખેડૂત વિભાગની ૧૦ બેઠક, વેપારી વિભાગની ૪ બેઠક, ખરીદ વેચાણ સંઘની ૧ બેઠક એટલે કે કુલ ૧૫ બેઠકની ચૂંટણીનો કાર્યક્રમ ગુજરાત ખેત બજાર અને ગ્રામ્ય અર્થતંત્ર બોર્ડના નિયામક યુ.એમ.વાસણાવાળા, ડો.જીવરાજ મહેતા ભવન, સચિવાલય-ગાંધીનગર દ્વારા જાહેર થતા તાલુકાભરમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે.
ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ-વાંકાનેર (જીલ્લા મોરબી)ની સામાન્ય ચૂંટણીનો સુચનાપત્ર (નોટીસ) પ્રસિધ્ધ થતા, તાજેતરમાં તાલુકા પંચાયત અને જીલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપે કેસરીયો લહેરાવ્યા બાદ કોંગ્રેસની વર્ષો જુની સત્તાનું સમાપન થયેલુ હતું. તે જ રીતે આગામી માર્કેટીંગ યાર્ડની ચૂંટણીમાં તેનું પુનરાવર્તન થાય તેવું ભાજપ સુત્રોમાંથી જાણવા મળે છે.
આ ચૂંટણી કાર્યક્રમમાં ખેડૂતો વિભાગ, વેપારી વિભાગ અને સંઘ વિભાગની ઉમેદવારી કરવા માટે તા. ૩૦/૧૨/૨૦૨૧ અને ફોર્મ ભર્યા બાદ ચકાસણી તા. ૩૧/૧૨/૨૧ અને ઉમેદવારી પાછી ખેંચવાની તા. ૩/૧/૨૦૨૨ તેમજ મતદાનની તા. ૧૧/૧/૨૦૨૨ સવારના ૯ થી સાંજના ૫ વાગ્યા સુધી હાલના યાર્ડ ખાતે થશે. અને તેનું રીઝલ્ટપાને મત ગણતરી તા. ૧૨/૧/૨૨ ના સવારે ૯ થી સાંજના પુરૂ થાય ત્યાં સુધી રહેશે.
રાજકોટ મોરબી અને ગોંડલની તાજેતરની ચૂંટણીઓમાં ભાજપનો કેસરીયો લહેરાયો છે. ત્યારે વાંકાનેરમાં પણ પરિણામો કેવા અપસેટ સર્જે છે ? તે જોવાનું રહ્યું.