Gujarati News

Gujarati News

News of Saturday, 16th October 2021

મોરબીમાં રાજપૂત સમાજ તથા બ્રહ્મસમાજ દ્વારા શસ્ત્ર પૂજન

મોરબીઃ અસત્ય પર સત્યના વિજય સમાન વિજયાદશમીના પાવન પર્વ નિમિતે દર વર્ષની જેમ આ વર્ષે પણ પરંપરાગત શસ્ત્ર પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું કોરોના મહામારીને પગલે રાજપૂત સમાજ દ્વારા દર વર્ષે યોજાતી શોભાયાત્રા રદ કરવામાં આવી હતી અને માત્ર શસ્ત્ર પૂજન કાર્યક્રમ યોજાયો હતો.

જેમાં મોરબીના શકત શનાળા ગામે આવેલ શકિત માતાજી મંદિર ખાતે રાજપૂત સમાજના યુવાનોએ શસ્ત્ર પૂજન કર્યું હતું શાસ્ત્રોકત વિધિ સાથે શસ્ત્રનું પૂજન કરવામાં આવ્યું હતું અને દશેરા પર્વની ઉજવણી કરાઈ હતી જે પ્રસંગે મોરબી રાજપૂત સમાજના પ્રમુખ રઘુવીરસિંહ ઝાલા અને મહામંત્રી મહાવીરસિંહ જાડેજા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સમસ્ત બ્રહ્મસમાજ મોરબી દ્વારા  ગાયત્રી મંદિર ખાતે શાસ્ત્ર અને શસ્ત્ર પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમના આચાર્ય પદે શાસ્ત્રીજી અમિતભાઈ પંડ્યા બિરાજયા હતા.

જે શાસ્ત્ર અને શસ્ત્ર પૂજન કાર્યક્રમમાં અનિલભાઈ મહેતા, ભુપતભાઈ પંડ્યા, બી. કે. લહેરૂ, મુકેશભાઈ જાની, મધુભાઈ ઠાકર, મુકેશભાઈ પંચોલી, નીમેશભાઈ અંતાણી, મુકુંદભાઈ જોષી, શાસ્ત્રીજી વિપુલભાઈ શુકલ, કિશોરભાઈ પંડ્યા, નરેન્દ્રભાઇ મેહતા, સુરેશભાઈ ત્રિવેદી, નીરજભાઈ ભટ્ટ, ધ્યાનેશભાઈ રાવલ, શીતલબેન દવે, નલીનભાઇ ભટ્ટ, ધિરેનભાઈ ઠાકર વગેરે હાજર રહ્યા હતા

કાર્યક્રમને સફળ બનાવવા પ્રમુખ કિશોરભાઈ શુકલ અને મહામંત્રી કેયુરભાઈ પંડ્યા અને અમૂલભાઇ જોષી તથા સમસ્ત બ્રહ્મસમાજની સમગ્ર ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.

(12:04 pm IST)