Gujarati News

Gujarati News

News of Saturday, 16th October 2021

ધોરાજીની ૧૬પ વર્ષ પ્રાચીન ગરબીમાં ફકત પુરૂષો દ્વારા માતાજીની આરાધના

(ધર્મેન્‍દ્ર બાબરીયા દ્વારા) ધોરાજી તા. ૧૬ : હાલારી લેઉઆ પટેલની જગ્‍યા જે ભકતી તેજનબાપાની જગ્‍યાએ રાજા શાહીના વખતથી પરંપરા મુજબ ફકત પુરૂષો જ માતાજીના ગરબા લે છે આ પ્રાચીન ગરબી જે ભકતશ્રી તેજાબાપા અન્નક્ષેત્ર મંડળ ટ્રસ્‍ટ દ્વારા વર્ષો જુની પરંપરા આજે પણ જાળવી રાખી છેઅ ને આ ૧૬પ વર્ષ જુની ગરબી જોવા ખાસ મહારાજા સરભગવતસિંહજી કાફલા સાથે પધારતા અને એ સમયમાં ફકત પુરૂષો જ ગરબી લેતા આ એ સમયે આજુબાજુમાં ધોરાજીમાં જ આ એક ગરબી થતી જે જોવા લોકો પધારતા એજ પરંપરા મુજબ ૧૮ થીમાંડી ૮૦ વર્ષના વૃધ્‍ધો ચોરણી અને કડીયા ડ્રેસમાં સજજ થઇ માતાજીની આરધાન કરે છે. અને રાસ ગરબા લે છે અને તે જોવા ધોરાજી અને આજુબાજુના લોકો  પધાર્યા હતા.

 

(11:07 am IST)