Gujarati News

Gujarati News

News of Saturday, 16th October 2021

કચ્‍છના ફોટડી ગામે બહેનો માટેના સ્‍વામિનારાયણ મંદિરના ખાતમુહૂર્ત પ્રસંગે ૧૧૪ કરોડનું દાન

વિધાનસભા અધ્‍યક્ષા ડો. નીમાબેને દાતા હસમુખભાઈ ભૂડિયાના વતનપ્રેમને બિરદાવ્‍યો

ભુજ,તા. ૧૬: ભુજ તાલુકાના ફોટડી ગામે નિર્માણ પામનાર બહેનો માટેના સ્‍વામિનારાયણ મંદિરનો ખાતમુહૂર્ત વિધિ વિધાનસભા અધ્‍યક્ષા ડો. નીમાબેન આચાર્યની ઉપસ્‍થિતિમાં યોજાયો હતો.
આ કાર્યક્રમમાં એનઆરઆઈ દાતા હસમુખભાઈ ભૂડિયા દ્વારા ધાર્મિક, શૈક્ષણિક અને આરોગ્‍ય સેવા માટે ૧૧૪ કરોડનું દાન જાહેર કરાયું હતું. ડાઙ્ઘ. નીમાંબેન આચાર્યએ જણાવ્‍યુ હતું કે આવા નાના ફોટડી ગામ માથી એક જ દાતા પરિવાર દ્વારા કચ્‍છ જિલ્લામાં સેવાકીય પ્રવૃત્તિઓ માટે રૂપિયા ૧૧૪ કરોડᅠ જેટલી મોટી રકમનુંᅠ દાન મળ્‍યું છે, એ કચ્‍છીઓનો વતન પ્રેમ દર્શાવે છે.
અત્રે ઉલ્લેખનીય છે આ દાનની રકમ માથી ૩૦ કરોડ રૂપિયાના ખર્ચે કચ્‍છી લેવા પટેલ સમાજ ભુજ ખાતે કન્‍યા રતન ધામ અને સુરજ શિક્ષણ ધામનું નિર્માણ થશે. રૂપિયા ૧૬ કરોડ નર્સિંગ કોલેજના નિર્માણ પાછળ વપરાશે. રૂપિયા ૩૩ કરોડનોᅠ કન્‍યા સંસ્‍કાર ધામ અને કન્‍યા વિદ્યા મંદિર અને ભોજનલાય તેમજ વિવિધલક્ષી હોલના નિર્માણ માટે ખર્ચ થશે. રૂપિયા ૩૫ કરોડ એમ.એમ.પી.જે. હોસ્‍પિટલ વિભાગ માટે વાપરશે.આ સમગ્ર દાન દાતા હસમુખભાઇ ભૂડિયા પરિવાર તરફથી આપવામાં આવ્‍યું છે.આ તકે મહંતશ્રી પુરાણી સ્‍વામી ધર્મનંદનદાસજી તથા ટ્રસ્‍ટી મંડળ, ભુજ તાલુકા પંચાયતના પ્રમુખશ્રીᅠ શ્રીમતી મંજુલાબેન ભંડેરી, અગ્રણી અરવિંદભાઈ પિંડોરીયા તેમજ યજમાન ભુડીયા પરિવાર અને ગામના સત્‍સંગી ભાઈ-બહેનો ઉપસ્‍થિત રહ્યા હતા.

 

(10:59 am IST)