Gujarati News

Gujarati News

News of Saturday, 16th October 2021

મોરબીનું શ્રી શકિત ગરબી મંડળ :

મોરબી : ગેસ્ટ હાઉસ રોડ પાસે શકિત ચોકમાં છેલ્લા ૩૮ વર્ષથી યોજાતી ક્રિપાલસિંહ ઝાલાની આગેવાનીમાં યોજાતી શ્રી શકિત ગરબી મંડળએ કોરોના મહામારીમાં સરકારની મર્યાદાને ધ્યાને રાખી આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમા આયોજકોએ લોકોના આરોગ્યને ધ્યાને લઇ પ્રથમ ત્રણ ચાર નોરતા માતાજીના ગરબા આરતી કરી ગરણી પુર્ણ કરવા વિચાર્યુ હતુ અને આયોજન પણ રોશનીના ઝાકમઝોળ વગર સાદાઇથી કરવામાં આવ્યુ હતુ પણ માતાજીના ભકતોને ખબર પડતા આસ્થા ભકિત આરાધનાના ઘોડાપુર (લોકોની ભીડ) ઉમટી પડતા અંતે લોકોની લાગણી, આસ્થા સામે આયોજકો ઝુકી ગયા હતા. ફરી દર વર્ષ રમતી બાળાઓ બોલાવી વિનામુલ્યે માતાજીના અઘોર નગારા સહિતની રમઝટ બોલાવી હતી તે તસ્વીર.

(10:59 am IST)