Gujarati News

Gujarati News

News of Saturday, 16th October 2021

જૂનાગઢ જેસીઆઇ દ્વારા સન્માનઃ

જૂનાગઢ : કે.ડી.જ્વેલર્સ, એમ.જી રોડ ખાતે કેબિનેટ મંત્રી રાઘવજીભાઇ પટેલ પધાર્યા હતા. રાઘવજીભાઇ પટેલનું જેસીઆઇ જૂનાગઢ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સ્વાગત કાર્યક્રમમાં જેસીઆઇ જૂનાગઢના મેન્ટર જેસી અરવિંદભાઇ સોની, સંસ્થાના પ્રમુખ જેસી જયદીપ ધોળકિયા, ડાયરેકટર, જેસી કિશોરભાઇ ચોટલીયા, જેસી પ્રતીક પારેખ હાજર રહ્યા હતા.ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ સી.આર.પાટીલ જૂનાગઢ પધાર્યા હતા. ત્યારે જેસીઆઇ જૂનાગઢ પરિવાર દ્વારા પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનું શિવમ પાર્ટી પ્લોટ, જૂનાગઢમાં મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ સન્માન કાર્યક્રમમાં જેસીઆઇ જૂનાગઢના સેક્રેટરી જેસી ચેતન સાવલિયા, ડાયરેકટર જેસી કિશોરભાઇ ચોટલીયા, જેસી જયેશ કણસાગરા, જેસી પ્રતિક પારેખ, જેસી રાજેશ પુરોહિત, જેસી કલ્પેશ પણસારા વગેરે ઉપસ્થિત રહી પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનું સ્વાગત કરવામાં આવ્યું હતું. 

(10:59 am IST)