Gujarati News

Gujarati News

News of Saturday, 16th October 2021

અમરેલી જીલ્લા પંચાયતની સભામાં શાસક અને વિપક્ષ દ્વારા સામસામા પ્રશ્નોની હારમાળા

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી,તા. ૧૫ : જિલ્લા પંચાયતની સામાન્ય સભા આજે બપોરનાં  ૩ કલાકે મળી હતી. જેમાં શોષક અને વિપક્ષનાં સદસ્ય દ્વારા પ્રશ્નોની બોછાર બોલાવી હતી.

બગસરા તાલુકાના હામાપુર ગામનાં જિલ્લા પંચાયતના સદસ્ય જીલુભાઇએ બગસરા તાલુકાના ૧૫ થી ૧૬ ગામોમાં ચોમાસામાં ખાડા પડ્યા છે. જ્યાં ગ્રીટનું કામ ૧૫ ટકા જ કર્યું છે. જ્યારે સ્ટ્રીટ લાઇટ, પાણી પુરવઠાના પ્રશ્નો, રોડ સાઇડ બાવળ કટીંગ, તાલુકાના કેટલાક જર્જરીત દવાખાનાનાં નવા બિલ્ડીંગ બનાવવાના, વિપક્ષ નેતા પ્રભાતભાઇ કોઠીવાળે જણાવેલ કે સદસ્યોના લેખીત પ્રશ્નો જે તે વિભાગના અધિકારીઓને આપવામાં આવે છે. તેનો જવાબ પણ અધિકારીઓ દ્વારા લેખીત આપવામાં આવે. ગામડામાં  આઇડી કાઢવા માટે મોટો ભ્રષ્ટાચાર થઇ રહ્યો છે. અને વ્યકિત દીઠ રૂ.૧૦૦ લેવામાં આવે છે. જેથી વીસી ઓથોરાઇડ જાહેર કરાવો જેથી લોકો છેતરાઇ નહીં. તેમજ ગામડામાં આરોગ્ય વિભાગ દ્વારા સદસ્યો દ્વારા કેમ્પ કરાવવા રજુઆત કરી હતી. આ પ્રશ્ને ડીડીઓએ સરપ્રાઇઝ ચેકીંગ કરાવવા ખાતરી આપી હતી.

 ૧૫માં નાણા પંચની ૧૯-૨૦નું આયોજન અંદાજે ૯ કરોડની ગ્રાન્ટમાંથી પાઇપ લાઇન, ક્રોઝવે, નાળા, ગટરના કામો, એલઇડી લાઇટો, સાંસ્કૃતિક હોલ, સીસીટીવી કેમેરા, તળાવ, આંગણવાડી, આરોગ્યલક્ષી પાણીના ટાંકા, પીવાના પાણીની પાઇપ લાઇન, જેવા વિકાસ કામો કરવામાં આવશે. જેને બહાલી આપવામાં આવી હતી. જ્યારે સ્ટેમ્પ ડ્યુટીના એક કરોડ મંજૂર કરેલ જેમાં પણ પાણીના ટાંકા, રોડ રસ્તા, ગટર,નાળા, પુલીયા, પાણીપુરવઠાનાં કામોને મંજૂરી આપવામાં આવી છે. અમરેલી જિલ્લામાં ૭૨ નવા હેલ્થ સેન્ટર જર્જરીત હતા તે પાડીને બનાવવા ઓર્ડર આપવામાં આવ્યા છે.

અમરેલી જિલ્લામાં ભારે વરસાદથી ખેડુતોનાં ખેતીપાકને નુકશાન થતા અમરેલી જિલ્લા પંચાયત ખેતીવાડી વિભાગ દ્વારા નુકસાનીના સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં માનીતાઓની પોલ મીડીયા સુધી ન પહોંચી ન ખુલે અને સભ્યો દ્વારા આવતા લોકપ્રશ્નોથી તંત્રની શાસક પક્ષની નબળાઇ બહાર ન આવે તે માટે પત્રકારોને માત્ર ફોટા અને શુટીંગ કરી ડેપ્યુટી ડીડીઓ જોષીએ બહાર જવાનું જણાવતા પત્રકારોમાં રોષની લાગણી વ્યાપી હતી.

(10:54 am IST)