Gujarati News

Gujarati News

News of Wednesday, 16th September 2020

જે કામ સરકારી અધિકારીઓ ન કરી શક્યા તે કામ ધોરાજી ખોડલધામ સમિતિએ કરી બતાવ્યું : કાલે ગુરુવારથી ધોરાજી લેવા પટેલ સાંસ્કૃતિક ભવન ખાતે 100 બેડ ધરાવતી કોરોના સેલ્ફ આઈસોલેશન સેન્ટર ને ખુલ્લો મુકાશે

ધોરાજી: ધોરાજીમાં કોરોના એ વિસ્ફોટ સર્જેલ છે અત્યારે સરકારી તંત્ર વામણું સાબિત થયું છે અને કોરોના પોઝિટિવ દર્દીઓ અને સંક્રમિત તો ને તેમના જ ઘરે રાખવાની ફરજ પાડી રહ્યા છે ત્યારે ધોરાજીમાં વધુ પડતો કોરોના નો વિસ્ફોટ સર્જાયો છે આવા સમયે અખબારી અહેવાલો એ પણ અધિકારીઓ ને વારંવાર ઢાંઢોડિયા છે છતાં પણ ધોરાજીમાં પ્રજાલક્ષી એક પણ સેવા સરકારી અધિકારી આરોગ્ય શાખાના અધિકારીઓ દ્વારા કરી નથી આવા સમયે ધોરાજી ખોડલધામ સમિતિએ લેઉવા પટેલ સાંસ્કૃતિક ભવન ખાતે લેઉવા પટેલ સમાજના લોકો માટે100 બેડ ધરાવતી કોરોના સેલ્ફ આઇસોલેશન સેન્ટર તાત્કાલિક તૈયાર કરી આવતીકાલે સમાજ માટે ખુલ્લુ મૂકશે

      ધોરાજી ખોડલધામ સમિતિના પ્રમુખ વિમલભાઈ કોયાણી ભુપતભાઈ કોયાણી એ યાદીમાં જણાવેલ કે હાલમાં કોરોના મહામારી ના સમયમાં કોરોના એ ભરડો લીધો  છે ત્યારે આ મહામારીમાં ગુજરાતમાં ભારે ફેલાયેલ છે અને તેમાં પણ રાજકોટ જિલ્લામાં અને આપણા ધોરાજીમાં અત્યાર સુધીમાં સેંકડો માનવીઓને કોરોના પોઝિટિવ લાગુ પડેલ છે હાલની પરિસ્થિતિમાં સરકારી કે ખાનગી હોસ્પિટલમાં જગ્યાઓ નથી અને જગ્યાના અભાવે તમામ દર્દીઓને દાખલ કરવાનું શક્ય ન હોય જેથી કોરોના પોઝિટિવ આવતા દર્દીઓને હોમ આઇસોલેશન કરવામાં આવે છે           

         જેથી કોરોના સંક્રમણ ને રોકી શકાય પરંતુ પરિવારના સભ્યોને જોખમ તથા કોરોના સંક્રમિત સભ્યોનો અલગ વ્યવસ્થા કરવામાં તમામને શક્ય ન હોય જેથી પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ધોરાજી ખોડલધામ સમિતિએ તારીખ 17 ને ગુરુવારથી લેઉવા પટેલ સમાજ પરિવાર માટે કોરોના ના સામાન્ય લક્ષણો ધરાવનાર દર્દીઓને લેઉવા પટેલ સમાજ સાંસ્કૃતિક ભવન જેતપુર રોડ ધોરાજી માં પુરુષો તથા મહિલાઓ માટે અલગ અલગ વ્યવસ્થા વાળો કોરોના સેલ્ફ આઇસોલેશન સેન્ટર ચાલુ કરવામાં આવેલ છે 

          જેથી દાખલ થનાર દર્દીને સવારે નાસ્તો  બપોરે સાંજે જમવાનું તેમજ બે ટાઈમ ચા પાણી હળદર વાળું દૂધ અને પીવા માટેનું ગરમ પાણી તેમજ ગરમ ઉકાળો તેમજ નાસ લેવા માટે ઇલેક્ટ્રીક મશીન ખોડલધામ સમિતિ દ્વારા તમામ વિનામૂલ્યે  આપવામાં આવશે સરકારશ્રીની હેલ્થ વિભાગની ટીમ દિવસમાં બે વખત રૂબરૂ વિઝિટ કરવા આવશે અને જરૂરી દવાઓ પણ વિનામૂલ્યે આપવામાં આવશે જેથી કરીને લેઉવા પટેલ સમાજના કોરોના પોઝિટિવ દર્દીઓ ને આ લાભ લેવા બાબતે ખાસ જણાવવામાં આવ્યું છે.

        ધોરાજી ખોડલધામ સમિતિના વિમલભાઈ કલ્યાણી ભુપતભાઈ કોયાણી નટુભાઈ વૈષ્ણવ સંજયભાઈ રૂપારેલીયા હેમતભાઈ પાનસુરીયા અને ભરતભાઈ હિરપરા આ બાબતે જહેમત ઉઠાવી રહેલ છે.

(2:34 pm IST)