Gujarati News

Gujarati News

News of Wednesday, 16th September 2020

જામનગરનાં ચેલાગામની વાડીમાં વિજળી પડતા યુવકનું મોત

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૧૬: ચેલા ગામે વાડી વિસ્તારમાં રહેતા દેવાંગભાઈ ભુપતસિંહ રાઠોડ, ઉ.વ.ર૭ એ પંચ ભબીભ પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.૧૪–૯–ર૦ર૦ના આ કામે મરણજનાર રવિરાજસિંહ ભુપતસિંહ રાઠોડ, ઉ.વ.ર૪, રે. ચેલાગામ વાડી વિસ્તારવાળા પોતાની વાડીએ ભેસો ચરાવતા હોય ત્યારે આકાશ માંથી તેમના પર વિજળી પડતા છાતીની ડાબી બાજુ તથા પેટ પર દાઝી જતા જામનગર જી.જી.હોસ્પિટલમાં સારવારમાં લાવતા મરણ થયેલ છે.

સમાણામાં જુગાર રમતા ચાર ઝડપાયા

શેઠવડાળા પોલીસ સ્ટેશનમાં કોન્સ. કૃણાલભાઈ ઘનશ્યામભાઈ હાલા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧પ–૯–ર૦ર૦ના સમાણા ગામ પાણીના ટાકા પાસે જાહેરમાં આ કામના આરોપી હિતેશભાઈ જીતેન્દ્રભાઈ પરમાર, હરીશભાઈ વશરામભાઈ પરમાર, દાનાભાઈ ગોબરભાઈ બથવાર, વિજયભાઈ રામજીભાઈ મહીડા, રે. સમાણા ગામ વાળા જાહેરમાં ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રોકડા રૂ.૧૦૪૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

નાંદુરીમાં જુગાર રમતા ચાર ઝડપાયા

લાલપુર પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ. અશોકભાઈ જગદીશભાઈ સિંહલા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧પ–૯–ર૦ર૦ના નંદુરી ગામે આરોપી હમીરભાઈ જેતાભાઈ કરંગીયાના રહેણાક મકાને અન્ય આરોપીઓ જેતાભાઈ ભોજાભાઈ વરૂજા, ગોવિંદભાઈ રામશીભાઈ કરંગીયા, મચ્છાભાઈ નાથભાઈ ઝાપડા, રે. નંદુરી ગામવાળા ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્યાન રોકડા રૂ.૩પ૦પ૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

છાતીમાં દુઃખાવો ઉપડતા આઘેડનું મૃત્યું

અહીં વાલસુરા રોડ પર આવેલ વાલ્મીકીવાસમાં રહેતા મુકેશ દલસુખભાઈ ચૌહાણ ઉ.વ ૩૦ એ પોલીસમાં જાહેર કરેલ છે કે, તા. ૧પ ના રોજ આ કામે મરણ જનાર તેમના પિતા દલસુખભાઈ નાથાભાઈ ચૌહાણ ઉ.વ. પપ ને અચાનક છાતીમાં દુઃખાવો ઉપડતા સારવારમાં હોસ્પિટલે લાવતા ફરજ પરના ડોકટરે તેઓને મૃત જાહેર કરેલ હતા.

(12:47 pm IST)
  • રાજસ્થાનમાં ફરી રાજકીય તણાવના એંધાણ : ગેહલોતના મંત્રી વિરુદ્ધ ધારાસભ્યે ખોલ્યો મોરચો : ગજેન્દ્રસિંહ શેખાવતે કહ્યું હવે શરૂ થશે નકારાનિકમ્મા પાર્ટ-2: ખાણ વિભાગના મંત્રી પ્રમોદ જૈન ભાયાનું નામ લીધા વિના ધારાસભ્ય ભરતસિંહે લખેલ પત્રમાં કહેવાયું કે મુખ્યમંત્રીએ રાજ્યના પ્રભારી મંત્રીઓને બદલી નાખ્યા પરન્તુ સૌથી ભ્રષ્ટ મંત્રીને હજુ સુધી બરખાસ્ત કર્યા નથી access_time 8:58 am IST

  • વડોદરામાં પુર્વ મેયર અને કોર્પોરેટર ભરત ડાંગર કોરોનાની ઝપટે ચડ્યા: ટીવટરમાં આપી જાણકારી: તેઓએ તેમના સંપર્કમાં આવેલ લોકો ટેસ્ટ કરવા કરી અપીલ access_time 10:32 pm IST

  • દેશમાં કોરોનાનો વધતો કહેર : રાત્રે 11-45 વાગ્યા સુધીમાં નવા 91.016 પોઝીટીવ કેસ નોંધાયા :1280 લોકોના મોત : કુલ કેસની સંખ્યા 50.17.930 થઇ :9,96,079 એક્ટીવ કેસ :વધુ 82,802 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 39.39,048 રિકવર થયા : વધુ 1280 લોકોના મોત સાથે મૃત્યુઆંક 82,088 થયો access_time 12:23 am IST