Gujarati News

Gujarati News

News of Wednesday, 16th September 2020

તા.૩ ઓકટોબરથી ભાજપના મંડલ પ્રશિક્ષણ વર્ગોઃ મહતમ ૧૦૦ ની મર્યાદા

રાજકોટ તા.૧૬ : પ્રદેશ ભાજપ દ્વારા તા. ૩ ઓકટોબરથી તાલુકા અને વોર્ડ મંડલ) કક્ષના પ્રશિક્ષણ વર્ગો યોજાશે જેમાં મહત્તમ સભ્ય સંખ્યા ૧૦૦ નિધારિત કરવામાં આવી છે મંડલ બાદ જિલ્લા અને મહાનગર કક્ષાએ વર્ગો થશે.

પ્રશિક્ષણ વર્ગના સમય બન્ને દિવસ સવારે ૧૦ થી સાંજે પ વાગ્યા સુધીનો રહેશે રાત્રી રોકાણ રાખેલ નથી. મંડલના કારોબારી સભ્યો શકિત કેન્દ્રોના પ્રમુખ મંડલના મોરચાના પ્રમુખ મહામંત્રીઓ મંડલમાં રહેતા વિવિધ સ્તરે ચૂંટાયેલા પ્રતિનિધિઓ વગેરે અખંડિત છે. પ્રશિક્ષણ વર્ગના બધા ઇન્ચાર્જની વ્યવસ્થા અંગેની ઓનલાઇન બેઠક તા.ર૧મીએ રાખેલ છે વર્ગમાં આગામી સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની ચૂંટણી સહિતના મુદા આવરી લેવામાં આવશે.

(11:41 am IST)
  • ઉત્તર પ્રદેશમાં 21 સપ્ટેમ્બરથી સ્કૂલો ખુલવાની શક્યતા નહિવત : રાજ્યમાં વધી રહેલા કોરોના સંક્રમણને ધ્યાને લઇ ડેપ્યુટી સી.એમ.દિનેશ શર્માનો નિર્દેશ : કેન્દ્ર સરકારે અનલોક 4 માં 21 સપ્ટે.થી સ્કૂલો ખોલવાની મંજૂરી આપી હોવા છતાં રાજ્ય સરકાર અસંમત : વિદ્યાર્થીઓની સુરક્ષાને પ્રાધાન્ય આપવાનો હેતુ access_time 12:20 pm IST

  • હવે રાજધાની દિલ્હીના રેલવે સ્ટેશનનું ખાનગીકરણ : 20 કંપનીઓ સ્પર્ધામાં : અદાણી પણ શામેલ : આ અગાઉ અમદાવાદ સહિતના પાંચ એરપોર્ટનું સંચાલન સંભાળી લીધા પછી હવે રેલવે સ્ટેશન પણ સંભાળી લેવાની તૈયારીમાં અદાણી ગ્રુપ access_time 8:27 pm IST

  • આલેલે... છ મહિનામાં ચીનાઓએ કોઈ ઘૂસણખોરી કરી નથી : ગૃહ બાબતોના મંત્રાલયે રાજયસભામાં જણાવ્યુ હતું કે ભારત - ચીન સરહદે છેલ્લા ૬ મહિના દરમિયાન કોઈ જ ઘૂસણખોરીનો બનાવ બન્યો નથી access_time 11:17 am IST