Gujarati News

Gujarati News

News of Wednesday, 16th September 2020

શીલ પોલીસના બે દરોડા જુગાર રમતા ૧૪ ઝડપાયા

જુનાગઢ, તા. ૧૬ :  જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનીરક્ષક મનીન્દર પવાર તેમજ પોલીસ અધિક્ષક રવી તેજા વાસમશેટ્ટીની સુચનાઓ તેમજ નાયબ પોલીસ અધિક્ષક માંગરોળના જે.ડી. પુરોહિત માર્ગદર્શન હેઠળ દારૂ/જુગારની અસામાજીક પ્રવૃત્તિ કડક હાથે ડાભી દેવાના હેતુસર શીલ પોલીસ સ્ટાફ પ્રયત્નશીલ હતો તે દરમ્યાન શીલ પી.એસ.આઇ. આર. પી. ચુડાસમા તથા પોલીસ સ્ટાફે પોતાના બાતમીદારોને કાર્યરત કરેલ તેના ફળસ્વરૂપે પો. કોન્સ. કરશનભાઇ વેજાભાઇ છેલાણા ને મળેલ બાતમી આધારે તલોદર ગામે રામમંદિર પાસે ચોકમાં જુગાર રમતા ૧૬,૩૦૦/- તથા મો. ફોન ૦૪ ની કી રૂ.પ૦૦૦/- તથા મો.સા. નં. ૦રની કિ. રૂ. ૩૦,૦૦૦/- મળી કુલ મુદ્દામાલ કિ. રૂ. પ૧,૩૦૦/- કબ્જે કરી.

(૧) જાદવભાઇ રામાભાઇ ભરડા કોળી (ઉ.વ.૪પ) ધંધો મજુરી, (ર) પ્રવીણભાઇ મેરૂભાઇ ભરડા, કોળી (ઉ.વ.ર૮) ધંધો મજુરી (૩) અમીતભાઇ કાનજીભાઇ પરમાર વાણંદ (ઉ.વ.૩૦) ધંધો વાણંદ (૪) અશોકભાઇ પીઠાભાઇ ડાકી, કોળી (ઉ.વ.૩૭) ધંધો ખેતી (પ) ભરતભાઇ ભીખુભાઇ ચાપાનેરા મીસ્ત્રી (ઉ.વ.૩૬) ધંધો મંજુરી (૬) રામજીભાઇ જીણાભાઇકામરીયા કોળી (ઉ.વ.૮૧) ધંધો મજુરી  (૭) ભાવેશભાઇ જીવાભાઇ ડાકી, કોળી (ઉ.વ.ર૮) ધંધો ખેતી (૮) જીતેશભાઇ મુળજીભાઇ બામણીયા, કોળી ઉ.વ.રપ ધંધો મંજુરી (૯) મહેશભાઇ જેઠાભાઇ મુછાળ, રબારી (ઉ.વ.રપ) ધંધો મંજુરી (૧૦) ભાવેશભાઇ માલદેભાઇ ડાકી કોળી (ઉ.વ.ર૮) ધંધો મંજુરી જે ઝડપી લીધા હતા.

પો. કોન્સ. રવિભાઇ જગદિશભાઇ ધોળકીયાને મળેલ બાતમી આધારે શીલ ટાઉનમાં ચુડાસમા શેરીમાં પાણીના ટાકાની બાજુમાં રહેતા પરષોતમભાઇ વિઠ્ઠલભાઇ ચુડાસમા પોતાના જુગારનો અખાડો ચલાવે છે. તેવી હકિકતનાં આધારે રેઇડ કરતા (૧) પરષોતમભાઇ વિઠ્ઠલભાઇ ચુડાસમા કોળી (ઉ.વ.૪૯) ધંધો વેપાર (ર) મનિષભાઇ કાનજીભાઇ બલેજા કોળી (ઉ.વ.રપ) ધંધો મંજુરી (૩) પિયુષભાઇ સામતભાઇ મોકરીયા કોળી (ઉ.વ.ર૮) ધંધો મંજુરી રહે. સુત્રાપાડા (૪) કનુભાઇ દેવાણંદભાઇ ચુડાસમા કોળી (ઉ.વ.૪૭) ધંધો ખેતી ને ઝડપી લીધી હતી.

આ કામગીરીમાં પો. હેડ કોન્સ. કે.બી. ડોકલ તથા પો. કોન્સ. ધનશ્યામસિંહ જેતાભાઇ જુજીયા તથા પો. કોન્સ. દિનેશભાઇ ખીમાભાઇ ભેડા વિગેરે શીલ પોલીસ સ્ટાફએ સાથે રહ્યા હતા.

(11:41 am IST)
  • પાકિસ્તાનની સંસદે ભારતીય નાગરિક કુલભૂષણ જાધવને લગતા વટહુકમની મુદત ચાર મહિના સુધી વધારી દીધી છે. વટહુકમથી જાધવને તેમની સજા સામે ઉપલી કોર્ટમાં અપીલ દાખલ કરવાની મંજૂરી આપવામાં આવી છે. access_time 10:59 pm IST

  • બિહારમાં 98 વર્ષની વયે એમએ કરનારા રાજકુમાર વૈશ્યનું નિધન : મુખ્યમંત્રી નીતીશકુમારે શોક વ્યક્ત કર્યો :98 વર્ષની વયે અર્થશાસ્ત્ર વિષયમાં એમએ ની પરીક્ષા આપી પાસ થનાર રાજકુમાર વૈશ્યનું 101 વર્ષની વયે નિધન :તેઓની નામ લિમ્કા બુક ઓફ વર્લ્ડ રોકોર્ડમાં પણ નોંધાયું છે access_time 8:57 am IST

  • ચીન સામેના યુદ્ધમાં પ્રાણોની આહુતિ આપવા માટે પીછેહટ નહિ કરીએ :શિયા ધર્મગુરૂએ વડાપ્રધાનને લખ્યો પત્ર : ઇમામ-એ-જુમા અને શિયા ધર્મગુરૂ મૌલાના કલ્બે જવાદે કહ્યું કે લેહ અને લદ્દાખના શિયા મુસ્લિમ ભારતની સાથે અને ચીનની વિરુદ્ધ દરેક પગલા પર ઉભા રહેશે: ભારતના કોઇ પણ નિર્ણયની સાથે અમારી કોમ એકતાથી તમામ મુદ્દા પર સમર્થન આપશે. તેના માટે જીવ ગુમાવવાનો વારો આવે તો પણ અમે જરા પણ ખટકાટ અનુભવીશું નહીં access_time 8:58 am IST