Gujarati News

Gujarati News

News of Wednesday, 16th September 2020

ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવાની માંગ સાથે આવેદન અપાયું

(દિપક જાની દ્વારા) હળવદ તા. ૧૬ : ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવા અંગે હળવદમાં કાર્યકર્તાઓએ તંત્રને આવેદનપત્ર પાઠવ્યું હતું.

આ આવેદનપત્રમાં જણાવ્યા મુજબ છેલ્લા ઘણા સમયથી ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવામાં આવે તે બાબતે ઘણી જગ્યાએ ઉગ્ર માંગ ઉઠી રહી છે. જો ભાવનગરના સ્વ. કૃષ્ણકુમારસિંહજી બ્રાઝિલને એક નંદી ભેટ આપે અને બ્રાઝિલની ઈકોનોમિક બદલી જતી હોય તો દેશ ગૌમાતાથી આર્થિક, આરોગ્ય વગેરેમાં સમૃદ્ઘ બની શકે છે. અને એટલે જ પ્રાચીન કાળથી ગાયને માતા કહેવામાં આવે છે. આથી, રાષ્ટ્રના ઉજળા ભવિષ્ય માટે ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવો જોઈએ. આ સાથે નીચે મુજબની માંગ કરવામાં આવી છે. સરકાર આ માંગ વહેલી તકે પૂરી કરે એવી અરજ છે, નહીંતર લોકમત મુજબ ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે. જેની સરકારએ નોંધ લેવા અપીલ કરી છે. રાજકોટના અર્જુનભાઇ આંબલિયા પ્રેરિત ગૌ માતા રાષ્ટ્ર માતા અભિયાન હેઠળ આ આવેદનપત્ર અપાયું હતું.

(11:23 am IST)
  • રાજસ્થાનમાં ફરી રાજકીય તણાવના એંધાણ : ગેહલોતના મંત્રી વિરુદ્ધ ધારાસભ્યે ખોલ્યો મોરચો : ગજેન્દ્રસિંહ શેખાવતે કહ્યું હવે શરૂ થશે નકારાનિકમ્મા પાર્ટ-2: ખાણ વિભાગના મંત્રી પ્રમોદ જૈન ભાયાનું નામ લીધા વિના ધારાસભ્ય ભરતસિંહે લખેલ પત્રમાં કહેવાયું કે મુખ્યમંત્રીએ રાજ્યના પ્રભારી મંત્રીઓને બદલી નાખ્યા પરન્તુ સૌથી ભ્રષ્ટ મંત્રીને હજુ સુધી બરખાસ્ત કર્યા નથી access_time 8:58 am IST

  • મોડી રાત્રે અત્યારે કચ્છ બાજુ ભૂજ સહિતના વિસ્તારો ઉપર વાદળોના ગંજ ખડકાયા હોવાનું ઇન્સેટ તસ્વીરમાં દર્શાય છે. સૌરાષ્ટ્ર ઉપર પણ સામાન્ય વાદળાઓ મંડરાઈ રહયા છે access_time 10:50 pm IST

  • સરદાર સરોવર ડેમની સપાટી 138 મીટર : નર્મદા ડેમ અંગે અંગે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે કહ્યું- સરદાર સરોવર ડેમની સપાટી 138 મીટર થઈ:ડેમમાં હાલ પાણીની આવક ચાલુ: વડાપ્રધાન મોદીના જન્મ દિવસે નર્મદા ડેમ ભરાઈ જશે: ઉદ્યોગો, પશુઓ અને ખેતીને ફાયદો થશે: પાણીની આવકના કારણે પાવર હાઉસ ચાલુ છે. access_time 12:52 am IST