Gujarati News

Gujarati News

News of Wednesday, 16th September 2020

ગોંડલ સરકારી દવાખાને ૫૫ બેડની સુવિધા સાથે કોવિડ હોસ્પિટલનો પ્રારંભ

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા. ૧૬ : ગોંડલ શહેર પંથકમાં દિવસેને દિવસે કોરોનાનો કહેર વકરી રહ્યો હોય કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા નો આંકડો હજારને પાર થઈ જતા લોકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા માત્ર ચાર દિવસના ટૂંકા સમયમાં જ અત્રેની સરકારી હોસ્પિટલ ખાતે ૫૫ બેડની સુવિધા સાથે કોવિડ હોસ્પિટલ કાર્યરત કરવામાં આવતા દર્દીઓમાં રાહતની લાગણી અનુભવાઈ છે.

ગોંડલ સરકારી દવાખાને ૫૫ બેડ સાથેની કોવિડ હોસ્પિટલ નું લોકાર્પણ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ તકે માર્કેટીંગ યાર્ડના ચેરમેન ગોપાલભાઈ શિંગાળા નગરપાલિકા પ્રમુખ અશોકભાઇ પીપળીયા સહિતનાઓ હાજર રહ્યા હતા. ચાર દિવસ પહેલાં જ આરોગ્ય સચિવ જયંતિ રવિ દ્વારા ગોંડલની મુલાકાત લેવામાં આવી હતી અને તાકીદે કોવિડ હોસ્પિટલ શરૂ કરવા સૂચના આપવામાં આવી હોય આર.ડીડી રૂપાલીબેન મહેતા અને ગોંડલ હોસ્પિટલ અધિક્ષક ડોકટર વાણવી એ જહેમત ઉઠાવી ૫૫ બેડની સેન્ટ્રલ ઓકિસજન પાઇપ સાથેની હોસ્પિટલ કાર્યરત કરી છે.

આ ઉપરાંત અધિક્ષક ડોકટર વાણવીએ જણાવ્યું હતું કે રાજકોટ જિલ્લા કલેકટર દ્વારા ગોંડલ ખાનગી હોસ્પિટલના તબીબોને રોજિંદા ક્રમશઃ વિઝીટની સૂચના આપવામાં આવી છે.

આ ઉપરાંત કોવિડ હોસ્પિટલ માં એમબીબીએસ ડોકટર અને આયુર્વેદિક તબીબ આઠ આઠ કલાકના રોટેશબ પ્રમાણે ૨૪ કલાક ફરજ પર હાજર રહેશે.(તસ્વીર : ભાવેશ ભોજાણી)

(11:19 am IST)
  • દેશમાં કોરોનાનો વધતો કહેર : રાત્રે 11-45 વાગ્યા સુધીમાં નવા 91.016 પોઝીટીવ કેસ નોંધાયા :1280 લોકોના મોત : કુલ કેસની સંખ્યા 50.17.930 થઇ :9,96,079 એક્ટીવ કેસ :વધુ 82,802 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 39.39,048 રિકવર થયા : વધુ 1280 લોકોના મોત સાથે મૃત્યુઆંક 82,088 થયો access_time 12:23 am IST

  • ઉત્તર પ્રદેશમાં 21 સપ્ટેમ્બરથી સ્કૂલો ખુલવાની શક્યતા નહિવત : રાજ્યમાં વધી રહેલા કોરોના સંક્રમણને ધ્યાને લઇ ડેપ્યુટી સી.એમ.દિનેશ શર્માનો નિર્દેશ : કેન્દ્ર સરકારે અનલોક 4 માં 21 સપ્ટે.થી સ્કૂલો ખોલવાની મંજૂરી આપી હોવા છતાં રાજ્ય સરકાર અસંમત : વિદ્યાર્થીઓની સુરક્ષાને પ્રાધાન્ય આપવાનો હેતુ access_time 12:20 pm IST

  • વડોદરામાં પુર્વ મેયર અને કોર્પોરેટર ભરત ડાંગર કોરોનાની ઝપટે ચડ્યા: ટીવટરમાં આપી જાણકારી: તેઓએ તેમના સંપર્કમાં આવેલ લોકો ટેસ્ટ કરવા કરી અપીલ access_time 10:32 pm IST