Gujarati News

Gujarati News

News of Wednesday, 16th September 2020

ગોંડલ એસટી ડેપો ખાતે ફરજ બજાવતા તમામ કર્મચારીઓનો થશે કોરોના ટેસ્ટ

ગોડલ: ગુજરાતમાં કોરોના કેસમાં દિન પ્રતિદિન રેકોર્ડબ્રેક વધારો થતો જાય છે. કોરોના મહામારીએ સમગ્ર વિશ્વ સાથે ગુજરાતમાં હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે સૌથી વધુ મુસાફરો અવર જવર કરતુ એસ ટી તંત્ર દ્વારા લોકોની સાવચેતી રૂપે એસ ટી ફરજ બજાવતા ડ્રાયવર કંડકટરના કોરોના ટેસ્ટ કરવાનું નક્કી કર્યું છે. 

 તાજેતરમાં રાજકોટ એસ ટી ઓફીસ તેમજ બસ સ્ટેન્ડ ખાતે કોરોના ટેસ્ટ કરતા ૨૫થી વધુ કાર્મચારીઓ રીપોર્ટ પોજીટીવ આવતા ગોંડલ એસ ટી દ્વારા પણ આવતીકાલથી તમામ કર્મચારીઓના ટેસ્ટ કરવાનું શરુ થશે જે ૨ દિવસ ચાલુ રહેશે તેમ ડેપો મેનેજર જે આર અગ્રાવતની યાદીમાં જણાવ્યું હતું

(10:17 pm IST)