Gujarati News

Gujarati News

News of Sunday, 16th May 2021

તૌકતે વાવાઝોડુની અસર ગુજરાતમાં શરૂ થવા લાગી

વેરાવળથી ૬૦૦ કિ.મી. દૂર છતાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે : ભારતીય વાયુ સેના એલર્ટ

વેરાવળ : તૌકતે વાવાઝોડું ક્રમશઃ ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. તે ગુજરાત તરફ પ્રતતિ કલાક 12 કિલોમીટરની ઝડપે આગળ વધી રહ્યું છે. હાલ વાવાઝોડું વેરાવળથી 670 કિલીમોટર દૂર અરબી સમુદ્રમાં છે. જે આવતીકાલ સુધીમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠે પહોંચી જશે. ત્યારે વાવાઝોડાની અસર સમગ્ર રાજ્યમાં દેખાવાની શરૂઆત થઈ ગઈ છે. અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. તૌકતે વાવાઝોડા (Cyclone Tauktae) ના પગલે અનેક જિલ્લાઓમાં વહેલી સવારે વરસાદી વાતાવરણ જોવા મળ્યુ છે. તો સાથે જ વાદળોની સાથે ધીમો ધીમો પવન ફૂંકાઈ રહ્યો છે. હવામાન વિભાગની આગાહી છે કે, હજુ બે દિવસ વાતાવરણમાં આવો પલટો રહેશે. કાળઝાળ ગરમી બાદ અચાનક વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે.

સંભવિત વાવાઝોડાને પગલે ભારતીય વાયુસેના પણ સક્રિય બની છે. વિવિધ એરપોર્ટ પરથી ગુજરાતમાં ndrf ના જવાનો અને મશીનરી લાવવામા આવ્યા છે. તો બીજી તરફ, ગુજરાતમાં સંભવિત આવનાર તૌકતે વાવાઝોડાના પગલે સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ કંટ્રોલ રૂમમાં હલચલ વધી છે. એસઈઓસીમાં તમામ જિલ્લાઓ સાથે સંપર્ક કરી જરૂરી સૂચનાઓ આપવામાં આવી રહી છે. તમામ જિલ્લા કલેક્ટરો અને જિલ્લા સ્થાનિક વહીવટી તંત્રને સ્ટેન્ડ ટુના આદેશ સ્થાનિક કક્ષાએ આપવામાં આવ્યા છે. સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ કંટ્રોલ રૂમમાંથી જિલ્લાની સ્થાનિક જરૂરિયાતો અને દરિયાકાંઠાના વિસ્તારોમાં નીચાણવાળા વિસ્તારોમાં સ્થળાંતર કરાવવું પડે, ત્યારની સ્થિતિને ધ્યાનમાં રાખી પગલાં ભરવામાં આવી રહ્યા છે. એનડીઆરએફની ટીમોને ક્યાં રવાના કરવી, કયા વિસ્તારમાં કામગીરી લગાડવી એ તમામ એક્શન આ કંટ્રોલ રૂમમાંથી લેવાશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે તૌકતે વાવાઝોડા પર નજર રાખવામાં આવી રહી છે.

(12:17 pm IST)