Gujarati News

Gujarati News

News of Friday, 16th April 2021

સુલેમાની પથ્‍થરના નામે છેતરપીંડી આચરનાર આરોપીઓને પકડી પાડતી સાવરકુંડલા રૂરલ પોલીસ : આરોપીના રહેણાંક મકાનમાંથી એન્‍ટીક વસ્‍તુઓ ઝડપાઇ

અમરેલી :  પોલીસ અધિક્ષક શ્રી નિર્લિપ્ત રાય નાઓએ મીલ્કત સબંધી ગુન્હાઓ બનતા અટકાવવા માટે વધુમા વધુ પ્રયાસો કરવા સુચના કરેલ હોય જે અન્વયે શ્રી કે.જે.ચૌધરી સાહેબ નાયબ પોલીસ અધિક્ષક સાવરકુંડલા નાઓના સીધા માર્ગદર્શન હેઠળ તેમજ શ્રી ડો.એલ.કે.જેઠવા સાહેબ સર્કલ પોલીસ ઇન્સ. ધારી નાઓની સુચના આધારે સાવરકુંડલા રૂરલ પો.સ્ટે. ગુ.ર.નં-૨૦૭/૨૦૨૧  ipc કલમ ૪૦૬, ૪૨૦, ૧૧૪ ના ગુન્હાના કામે સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ. એ.પી.ડોડીયા તથા સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ નાઓએ વિજપડી ગામે આરોપી દિલાવરભાઇ ઉર્ફે દિલાભાઇ નનુભાઇ ચૌહાણ રહે. વિજપડી વાળાના રહેણાંક મકાનની ઝડતી તપાસ કરતા રહેણાંક મકાનમાંથી સુલેમાન પથ્થર, અમેરીકન ડોલરની ચલણી નોટ, ભારતીય ચલણી નોટ, બનાવટી પીત્તળ ધાતૂના ગોલ્ડન બિસ્કીટ, પીત્તળના ધાતુની માળા, દુરબીંગના કાચ જેવી એન્ટીક વસ્તુઓ સાથે આરોપીઓને પકડી  ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે.   

આ કામના ફરીયાદી તથા સાહેદને વિજપડી ગામના દિલાવરભાઇ ઉર્ફે દીલાભાઇ નનુભાઇ ચૌહાણ તથા સોહમ ઉર્ફે ઘબડક હુસૈનભાઇ કલાણીયા વાળાએ એન્ટીક વસ્તુઓ તથા અમેરીકન ડોલર તથા ગોલ્ડનના બિસ્કીટો બતાવી વિશ્વાસમાં લઇ અવાર નવાર ફરીયાદી તથા સાહેદને ચમત્કારી એન્ટીક વસ્તુઓ આપવાનો વિશ્વાસ આપી ફરીયાદી તથા સાહેદ પાસેથી બેન્ક મારફતે તથા રૂબરૂ તથા ગુગલ પે. થી કુલ રૂપીયા ૩૦,૧૩,૦૦૦/- તથા ચણીયા ચોલી નંગ-૫ જેની કી.રૂ. ૧,૦૦,૦૦૦/- મળી કુલ રૂપીયા ૩૧,૧૩,૦૦૦/- ની છેતરપીડી કરી ગુન્હો કરેલ છે.

પકડાયેલ આરોપીઓમાં (૧) દિલાવરભાઇ ઉર્ફે દિલાભાઇ નનુભાઇ ચૌહાણ ઉ.વ. ૪૯ ધંધો. ખેતી રહે. વિજપડી તા. સાવરકુંડલા જી. અમરેલી તથા (૨) સોહમભાઇ ઉર્ફે ઘબડક હુસૈનભાઇ કલાડીયા ઉ.વ. ૨૪ ધંધો. ડ્રાઇવીંગ રહે. વિજપડી તા. સાવરકુંડલા જી. અમરેલી ને  અમેરીકન ડોલર ૧ ના દરની ચલણી નોટ દર નોટ નંગ– ૧૩૦ /-, ભારતીય ચલણી નોટ જુદા જુદા દરની નોટ જેમાં કુલ કિ રૂ. ૧,૬૩,૫૦૦/- ,  સુલેમાની પથ્થર, દૂરબિન ના કાચ,બનાવટી ગોલ્ડન બિસ્કિટ, પિતળની એન્ટીક માળા, ફરિયાદીના ચણીયા ચોલી ઝડતી દરમ્યાન મળી આવેલ

આરોપીઓનો 1.દિલાવરભાઇ ઉર્ફે દિલાભાઇ નનુભાઇ ચૌહાણ રે. વિજપડી વાળો જાલી નોટ અંગેનો ગુન્હો નોધાયેલ છે જે સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનમાં ફસ્ટ ગુ.ર.નં. ૫૬/૨૦૧૨ ઇ.પી.કો.કલમ- ૪૮૯(ખ), ૪૮૯(ગ), ૩૪, ૧૨૦-બી, મુજબનો ગુન્હો નોધાયેલ છે.  2.સોહમભાઇ ઉર્ફે ઘબડક હુસૈનભાઇ કલાડીયા રહે. વિજપડી વાળા વિરૂધ્ધ સાવરકુંડલા રૂરલ પો.સ્ટે. માં ફસ્ટ ગુ.ર.નં. ૩૨/૨૦૧૨ આઇ.પી.સી ક–૩૭૯,૪૬૧ મુજબનો ગુન્હો નોધાયેલ છે.

વધુ માહિતી મુજબ  આ કામના આરોપીઓ આમ જનતાને વાતોવાતથી વિશ્વાસમાં લઈ, સુલેમાની પથ્થર હાથમા રાખવાથી કોઈ ધારદાર હથીયારની શરીર પર અસર થતી નથી તેમજ એન્ટીક કાચથી દિવાલ આરપાર જોઈ શકાય અને સુલેમાની પથ્થરની વિધી કરવાથી કરોડો રૂપિયા મળે એમ કહી  છેતરપિંડીથી પૈસા પડાવી, વસ્તુ લેનારને ગોલ્ડના બિસ્કીટો તથા ગોલ્ડન જેવી ધાતુની માળા તથા અમેરીકન ચલણી નોટો બતાવી વિશ્વાસ માં લઇ યુક્તિપ્રયુક્તિથી છેતરપિંડી કરી લોકો પાસેથી રૂપીયા તથા મોંઘી ગાડીઓ તથા મોંઘી ચીજવસ્તુ પડાવવાની એમ.ઓ. ધરાવે છે.

            આ કામગીરી સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ. એ.પી.ડોડીયા તથા સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ દ્રારા કરવામાં આવેલ છે.

(10:15 pm IST)