Gujarati News

Gujarati News

News of Friday, 16th April 2021

જામનગરની અલગ-અલગ સંસ્થાઓ દ્વારા આપવામાં આવેલ ત્રણ દિવસના સ્વૈચ્છિક સ્વયંભૂ બંધના એલાનમાં સહકાર આપવા લોકોને અપીલ કરતા મંત્રી હકુભા

જામનગર, તા. ૧૬ :  શહેર અને જીલ્લામાં કોરોના સંક્રમણના લીધે કોરોના દર્દીઓ વધી રહ્યા છે ત્યારે જામનગર ચેમ્બર્સ ઓફ કોમર્સ, જામનગર ફેકટરી ઓનર્સ એસોસિએશન, જામનગર સિડઝ ગ્રેઇન મરચન્ટ એસોસિએશન, જામનગર વેપારી મહામંડળ, જામનગર ગુડઝ ટ્રાન્સપોર્ટ અને કમિશનર એજન્ટ એસોસિએશન અને જામનગર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ સહિત જે જુદી જુદી સંસ્થાઓ દ્વારા કોરોનાની ચેઇન તોડવા  તા. ૧૬-૧ ૭-૧૮ એપ્રિલ ત્રણ દિવસના સ્વૈચ્છિક સ્વયંભુ બંધના એલાન અને અપીલને રાજયકક્ષાના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) એ આવકાર્તા તમામ એસોસિએશનના હોદ્દેદારો તેમજ સભ્યોને અભિનંદન આપ્યો છે.

રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) એ કોરોના મહામારીને કાબુમાં લેવા માટે સંસ્થાઓ દ્વારા અપાયેલું સ્વયંભુ બંધમાં તમામ શહેરીજનોએ જોડાઇને સહકાર આપવા બંધમાં જોડાઇ લોકોએ ઘરમાં રહેવા વિનંતી કરી છે. આ સાથે કોરોનાની સુચના મુજબ મોઢા ઉપર માસ્ક પહેરી તેમ સોશ્યલ ડિન્સન્ટ જાળવવા, કોરોનાની ગાઇડ લાઇનનું પાલન કરવા અને ૪પ વર્ષથી વધુ ભાઇઓ-બહેનોને વેકસીનના ડોઝ લેવા વિનંતી કરી છે. જામનગરના શહેરીજનો કોરોનાને હરાવવા માટે સજ્જડ સ્વયંભુ બંધ રાખશે તેવો આત્મવિશ્વાસ વ્યકત કરેલ છે. કોરોનાને નાથવા માટે જામનગરવાસીઓ સહકાર આપે તેવી વિનંતી કરેલ છે ત્યારે નવા કેસો ન વધે તે માટે જામનગર શહેર સ્વયંભૂ ત્રણ દિવસના બંધ પાડી અનેરૃં ઉદાહરણ બનશે તેવો શહેરીજનો ઉપર આત્મવિશ્વાસ છે ચાલો શુક્રવાર, શનિવાર, રવિવારના બંધમાં સહકાર આપી જોડાઇએ.

આ બંધ દરમિયાન લોકો બિનજરૂરી અવરજવર ટાળે અને ઘરમાં જ રહે તે જરૂરી છે. આ ત્રણ દિવસ બંધ પાળે અને ઘરમાં રહે, તે જ આ દૈત્યને નાથવાનો ઇલાજ છે.

(1:07 pm IST)