Gujarati News

Gujarati News

News of Saturday, 16th January 2021

ગ્રાંટેડ શાળાઓમાં ભરતી માટે તૈયારીઓ શરૂ થઇ

ખંભાળીયા તા. ૧૬ :.. તાજેતરમાં ગુજરાત રાજયમાં શિક્ષણ મંત્રીશ્રી ભુપેન્‍દ્રસિંહ ચુડાસમા દ્વારા વર્ષો પછી રાજયની તમામ ગ્રાંટેડ શાળાઓમાં ૧૦૦ ટકા શિક્ષકોની ભરતી કરવાનું જાહેર કરાયું હતું.

આ જાહેરાતના સંદર્ભમાં શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીઓ દ્વારા માહિતી એકત્ર કરીને રાજયમાં છ હજાર જેટલી જગ્‍યાઓ ભરવા માટેના તમામ શાળઓના રોસ્‍ટર રજિસ્‍ટરો કંપલીટ કયાં પછી ગઇકાલે રાજયની તમામ શાળાઓનું બિલ બનાવીને શાળાઓમાં ખાલી પડેલી જગ્‍યાની વિષય વાઇઝ યાદી બનાવીને જાહેર કરી છે.

ગ્રાંટેડ ઉ.મા. શાળાઓમાં સંભવતઃ જાન્‍યુઆરીના આખર સુધીમાં તથા માધ્‍યમિક શાળાઓમાં ફેબ્રુઆરી સુધીમાં ભરતી પ્રક્રિયા થઇ જાય તેવું આયોજન કરાયું છે.

તાજેતરમાં ૧૩-૧-ર૧ ના રોજ રાજયની ગ્રાંટેડ શાળાઓમાં ચાર રાઉન્‍ડ પછી પાંચમો રાઉન્‍ડ કરીને જે જગ્‍યાઓ ખાલી હતી તેવી શાળાઓમાં શિક્ષકોની નિમણૂકો કરવામાં આવી હતી.

(1:09 pm IST)