Gujarati News

Gujarati News

News of Saturday, 16th January 2021

ધોરાજીની સરકારી હોસ્‍પીટલ ખાતે કોરોનાની રસીનું આગમન

 ધોરાજીઃ સમગ્ર વિશ્‍વમાં કોરોનાએ હાહાકાર મચાવેલ છે અને તેનાથી બચવા માટેની ખાસ રસીની વ્‍યવસ્‍થા થતા તે રસી ધોરાજીની સરકારી હોસ્‍પીટલ ખાતે લવાતા હોસ્‍પીટલ સ્‍ટાફ પરીવાર દ્વારા કંકુ, ચોખા અને શ્રીફળ વધારી આવકારેલ હતી આ તકે ધોરાજી સરકારી હોસ્‍પીટલના અધીક્ષક ડો. જય઼ેશ વેસેટીયન એ જણાવેલ કે કોરાનાની રસી ર૦૦નો ડોઝ આવેલ છે અને સરકારની સુચના મુજબ રસી આપવામાં આવશે. આ તકે ડો. જયેશભાઇ વેસેરીયન, ડો. રાજબેરા, ડો. અવનીબેન પરમાર, ડો. અંજલીબેન તલરેજા, ડો. પાર્પ મેઘનાથી, ડો. શેખાવત ગીરાબેન ગૌસ્‍વામી તેમજ પોલીસ પરિવાર સહિતના હાજર રહેલ.

(12:55 pm IST)